Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 86
________________ ૩. મંત્રયોગ તાર્થાધિગમસૂત્ર' અથવા “તત્ત્વાર્થસૂત્ર જે જૈન દર્શનનો સંક્ષિપ્ત પણ પ્રમાણભૂત પરિચય કરાવે છે, તેના કર્તા વાચક ઉમાસ્વાતિ યાપનીય મતના હતા, એમ કેટલાક માને છે; જો કે “તત્ત્વાર્થસૂત્ર'ની પ્રસ્તાવનામાં પં.સુખલાલજીએ આ માન્યતાનો સાધાર પ્રતિવાદ કર્યો છે. યાપનીય મતના કોઈ અનુયાયી ઘણા સમયથી નથી; સંભવ છે કે તેઓ શ્વેતાંબર કે દિગંબરમાં ભળી ગયા હોય. બાકી રહ્યા દ્રાવિડ, કાષ્ઠા અને માથુર, એ ત્રણ સંઘે. આ ત્રણેય જૈનાભાસ'નું વિપુલ સાહિત્ય પ્રાપ્ત થાય છે અને એનું પઠન-પાઠન કોઈ ભેદભાવ વિના થાય છે. એ ત્રણમાં કંઈ મહત્ત્વનો સિદ્ધાન્તભેદ પણ નથી. પણ દેવસેનસૂરિ, જે ચૈત્યવાસી. નહોતા, તેમણે એ ત્રણેય સંઘને શિથિલાચારી ગણીને “જૈનાભાસ' તરીકે વર્ણવ્યા લાગે છે. દ્રાવિડ સંઘના પ્રવર્તક વજનંદિ વિષે તેમણે લખ્યું છેઃ “ખેતી, વાણિજ્ય અને વસતિ(મંદિર)થી આજીવિકા ચલાવીને તથા શીતળ જળથી સ્નાન કરીને તેમણે પ્રચુર પાપનો સંગ્રહ કર્યો છે.” એથી સ્પષ્ટ છે કે દ્રાવિડ સંઘના સાધુઓ મદિરો અથવા ચૈત્યોમાં રહેતા હતા તથા એ મદિરોને દાનમાં મળેલી જમીનમાં ખેતીવાડી કરતા હતા. એ સંઘના મુનિ શ્રીપાલદેવને સિંહપુર નામે ગામ જાગીરમાં મળ્યું હતું. દ્રાવિડ સંઘના વાદિરાજસૂરિના વંશજ સૈવિઘ (ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય એ ત્રણ વિદ્યાઓના જ્ઞાતા) શ્રીપાલ યોગીશ્વરને હોયસલ વંશના વિષ્ણુવર્ધન પોયસલદેવે જૈન મન્દિરોના જીર્ણોદ્ધાર અને ઋષિઓના આહારદાન માટે શલ્ય નામે એક ગામનું દાન આપ્યું હતું, એ સં. ૧૦૪૭ (ઈ.સ.૯૯૧)ના શિલાલેખ ઉપરથી જણાય છે. ગ્વાલિયર પાસે દુબકુંડના જૈન મન્દિરમાં સં. ૧૧૪૫ (ઈ.સ.૧૦૮૯)નો શિલાલેખ છે. લાટ-વાગડ સંઘના (એ કાષ્ઠા સંઘની એક શાખા છે) વિજયકીર્તિ મુનિના ઉપદેશથી દાહડ વગેરે ધનિકોએ એ મન્દિર બાંધ્યું હતું અને એની મરામત માટે કચ્છપઘાત અથવા કછવાહા વંશના રાજા વિક્નસિંહે એના નિષ્પાદન, પૂજન, સંસ્કાર તથા કાળાન્તરે મરામત માટે કેટલીક જમીન, વાવ સહિત એક બગીચો અને મુનિઓને તેલમર્દન કરવા માટે બે પાત્રો દાનમાં આપ્યાં હતાં. સુપ્રસિદ્ધ યશસ્તિલક ચંપૂ” અને “નીતિવાક્યામૃત'ના કર્તા વિશિષ્ટ વિદ્વાન સોમદેવસૂરિને રાષ્ટ્રકૂટ મહારાજા કૃષ્ણ ત્રીજાના મહાસામંત અરિકેસરીએ શક સં.૮૮૮ (ઈ.સ.૮૧૦)માં જિનાલયની મરામત અને રંગ માટે તથા પૂજાપહાર સારુ બનિકપુલ નામે ગામ દાનમાં આપ્યું હતું. કુન્દકુન્દ્રાચાર્યના મૂલ સંઘના સાધુઓને ગ્રામદાન અને ભૂમિદાન અપાયાના અનેક લેખો છે. શ્રવણ બેલગોળાના જૈન શિલાલેખો તો આવાં દાનોના ઉલ્લેખથી ભરપૂર છે. એ ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108