________________
૭૪
યોગ, અનુયોગ, મંત્રયોગ પંદરમા સૈકામાં થયેલા, દેવસુન્દરરિના શિષ્ય ક્ષેમકરગણિએ એમના “પપુરુષચરિત્ર'માં (પૃ.૧૦ અને આગળ) નોંધ્યું છે કે એમના સમયમાં એક સિદ્ધપુત્ર હતો, જે પોતાને ચક્રવર્તી ભરતનો વંશજ ગણાવતો હતો. શ્રી ક્ષેમંકરગણિ ઉમેરે છે કે સિદ્ધપુત્રો ઉત્તમ શ્રાવકો હતા અને શ્રાવકોનાં અણુવ્રતો પાળતા હતા, મંત્ર અને વિદ્યાઓમાં પ્રવીણ હતા, લોકોત્તર જ્ઞાન ધરાવતા હતા અને જૈન ધર્મમાં એમને અતૂટ શ્રદ્ધા હતી.
અંગવિદ્યા' (જનું સંપાદન સદ્ગત મુનિશ્રી પુણ્યવિજયજીએ અને પ્રકાશન પ્રાત ટેટ્સ સોસાયટીએ કર્યું છે) અને “પંચપરમેષ્ટિ નમસ્કાર” અથવા નવકાર મંત્રનાં મૂળ પણ વિદ્યાનુવાદ પૂર્વમાં હોય એ સંભવિત છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ પાંચને નમસ્કાર તથા એ નમસ્કારની ફલશ્રુતિ, એટલે નવકાર મંત્ર. અંતિમ દશપૂર્વધર વજસ્વામીએ (ઈ.સ.ની પહેલી સદી) પ્રાચીનતર શાસ્ત્રો અને આમ્નાયમાંથી નમસ્કાર મંત્રનું સંકલન કર્યું હતું અને બધાં આગમોમાં એને સ્થાન આપ્યું હતું. આ મંત્ર વિષે બહુસંખ્ય સ્તોત્રો, રક્ષામંત્રી અને મંત્રકલ્પો રચાયા છે અને એની તુલના કામદુધા અને ચિન્તામણિ સાથે કરવામાં આવી છે. કોઈ પણ ધર્મકાર્યનો પ્રારંભ આ મંત્રથી થાય છે. કોઈ પણ વિદ્યા કે મંત્રસાધનાને પ્રારંભે પંચ પરમેષ્ઠિ નમસ્કાર હોય. સિંહતિલકસૂરિએ વર્ધમાન વિદ્યાકલ્પ' (શ્લોક ૨૨)માં કહ્યું છે
सर्वविद्यास्मृतावादौ पूर्णा पंचनमस्कृतिः ।
પાર્શ્વનાથ અને મહાવીરનાં મહાવ્રતો પણ આપણે ચર્ચા પાર્શ્વનાથના ઉપદેશોની અને પાર્ગાપત્યોની કરતા હતા. પાર્શ્વનાથનો ધર્મ એ “ચાતુર્યામ સંવર' હતો અથવા એમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર મહાવ્રતો હતો. અપરિગ્રહમાં બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે એમ મનાતું. (સંસ્કૃત પરિ૬ પ્રાકૃત ઈરાદ નો એક અર્થ “પત્ની' છે.) પાર્શ્વપત્ય કેશીકુમાર અને મહાવીરના ગણધર ગૌતમસ્વામીના સંવાદમાં કેશીનો મુખ્ય પ્રશ્ન એ હતો કે “પાર્શ્વનાથ સાધુધર્મ ચાતુર્યામ ચાર મહાવ્રતવાળો કહ્યો અને વર્ધમાન મહાવીર પાંચ મહાવ્રતવાળો કહ્યો; વળી પાર્શ્વનાથે સચેલક (સવસ્ત્ર) અને મહાવીરે અચેલક (નિર્વસ્ત્ર) ધર્મ કહ્યો; આમ બંનેમાં ફરક કેમ ?” ગૌતમસ્વામીએ આ ભાવનો ઉત્તર આપ્યો, “બાવીસ તીર્થંકરોના સાધુઓ ઋજુબાન્ન હોવાથી ચોથા અપરિગ્રહ વ્રતમાં જ બ્રહ્મચર્યનો સમાવેશ કરી લે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org