________________
૭૨
યોગ, અનુયોગ, મંત્રયોગ
દસમા વિદ્યાનુપ્રવાદ પૂર્વ સમેત ચૌદ પૂર્વોનો અભ્યાસ પાર્શ્વનાથના સમયમાં થતો હતો, એ કલ્પી શકાય. (બાવીસમા તીર્થંકર નેમિનાથ અથવા અરિષ્ટનેમિના સમયમાં પણ ચૌદ પૂર્વોનું અધ્યયન સાધુઓ કરતા હતા, એમ જ્ઞાતાધર્મ કથા', ૫-૨૪માં કહ્યું છે. “કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે પ્રથમ તીર્થકર ઋષભદેવના સાધુઓમાં તથા અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીરના સાધુઓમાં ચૌદ પૂર્વના જ્ઞાતાઓ હતા. પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથને વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક ગણવામાં આવ્યા છે અને તેઓ “પરમહંસ' દશામાં નિર્વાણ પામ્યા હતા; એમનું ચરિત્ર ‘ભાગવત પુરાણમાં છે. જો કે જેન આમ્નાયમાં વિવિધ ભાષાઓમાં એમના જીવન વિષે અનેક ચરિત્રો અને મહાકાવ્યો છે.) પણ મુખ્ય વાત એ છે કે જૈન માંત્રિકોમાં પાર્શ્વનાથની પૂજા અને ઉપાસનાને મહત્ત્વનું સ્થાન હતું. પાર્વાપત્યોની જેમ આજીવકોમાં પણ નિમિત્તશાસ્ત્રનો સારો અભ્યાસ હતો. ઉજ્જયિનીના જુલ્મી રાજા ગર્દભિલ્લનો ઉચ્છેદ કરાવનાર કાલકાચાર્યે આજીવકો પાસે અષ્ટાંગ મહાનિમિત્તનો અભ્યાસ કર્યો હતો, એ જાણીતું છે.
પાર્શ્વનાથની પરંપરામાં મંત્રવિદ્યા આર્યભદ્રબાહુએ પાર્શ્વનાથની સ્તુતિનું પ્રાકૃત “ઉપસગ્ગહર” (“ઉપસર્ગહર') સ્તોત્ર રચ્યું છે. વિનહારી સ્તોત્ર તરીકે આ રચના અત્યંત પ્રસિદ્ધ છે અને દૈનિક પ્રાર્થનામાં નવસ્મરણ પૈકી એક છે. પાર્શ્વનાથની મૂર્તિને નાગદેવતા ધરણેન્દ્રનું છત્ર છે અને એમની શાસન દેવતા પદ્માવતી છે, જેનું મંત્રતંત્રના પ્રયોગોમાં સ્થાન, છે અને જેનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ દિગંબર આચાર્ય મલ્લિષેણસૂરિકત ભૈરવપદ્માવતીકલ્પ છે. (આચાર્ય હેમચન્દ્રકૃત “અન્ય વ્યવચ્છેદકાત્રિશિકા' ઉપર યાદ્વાદમંજરી' નામે, ચાદ્વાદવિષયક, વિસ્તૃત ટીકા રચનાર શ્વેતાંબર આચાર્ય મલ્લિષેણસૂરિ “ભૈરવપદ્માવતી કલ્પના કર્તાથી ભિન્ન છે.) “ઉવસગ્ગહર સ્તોત્ર'ની બીજી ગાથા આ પ્રમાણે છે
विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ।
तस्स गहरोगमारीदुट्ठजरा जंति उवसामं ॥ એથી તે વિસહરફુલિંગ' મંત્ર તરીકે પણ ઓળખાય છે. ભદ્રબાહુકૃત “ગ્રહશાન્તિ સ્તોત્રનો છેલ્લો ૧૮મી શ્લોક આમ છે
भद्रबाहुस्त्वाचैवं पंचमः श्रुतकेवली । विद्यापवादतः पूर्वाद ग्रहशान्तिरूदीरिता ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org