Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 78
________________ ૩. મંત્રયોગ ૭૧ વિરનિર્વાણ પછી બીજી સદીમાં (એટલે કે અંદાજે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં) જૈન શ્રુતનું સંકલન કરવા માટે પહેલી પરિષદ પાટલિપુત્રમાં મળી હતી અને જેટલાં શાસ્ત્રો બચ્યાં હતાં તેટલાં ત્યારે સંકલિત કરવામાં આવ્યાં. આ સંકલન તો કંઠસ્થ હતું; સમગ્ર જૈન શ્રુત પ્રથમવાર લેખબદ્ધ કરવામાં આવ્યું તે તો વીરનિર્વાણ પછી ૯૮૦ (વાચનાન્તરે ૯૯૩) વર્ષે (અર્થાતુ ઈ.સ.૪૫૪ અથવા ૪૬૭માં)દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા નીચે વલભીમાં મળેલી વિદ્વત પરિષદમાં. પણ પાટલિપુત્રમાં પહેલી પરિષદ મળી ત્યારે “આચારાંગસૂત્ર આદિ અગિયાર અંગો સંકલિત થયાં, પણ બારમું અંગ “દષ્ટિવાદ' નષ્ટપ્રાયઃસ્થિતિમાં હતું. એક માત્ર આર્ય ભદ્રબાહુ “દષ્ટિવાદ' જાણતા હતા. અર્થાત તેઓ એકલા જ ચતુર્દશ પૂર્વધર હતા. તેઓ એ સમયે નેપાળમાં તપશ્ચર્યા કરતા હતા. તેમની પાસે પૂર્વો શીખવા માટે જૈન સંઘે સ્થૂલિભદ્ર આદિ સાધુઓને મોકલ્યા. સ્થૂલિભદ્ર પૂર્વાશ્રમમાં નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર હતા. તેમણે ભદ્રબાહ પાસેથી દસ પૂર્વની મૂલસૂત્ર તથા અર્થ સહિત વાચના લીધી અને છેલ્લાં ચાર પૂર્વની મૂલ માત્ર વાચન લીધી. ભદ્રબાહસ્વામી વીર નિર્વાણ સંવત ૧૭૦ (ઈ.સ.પૂર્વે ૩પ૬)માં નિર્વાણ પામ્યા હતા અને સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વોની વાચના એમની પાસેથી લીધી, એ ઘટના ત્યાર પહેલાં બની હતી. સ્થૂલિભદ્રનું નિર્વાણ વીર સંવત ૨૧૯ (ઈ.સ. પૂર્વે ૩૦૭)માં થયું હતું. આમ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર સ્થૂલિભદ્ર છેલ્લા જૈન આચાર્ય હતા. ત્રેવીસમા જૈન તીર્થંકર પાર્શ્વનાથ વિર નિર્વાણ પૂર્વે ૨૫૦ વર્ષે (ઈ.સ.પૂર્વે ૭૭૬માં) નિર્વાણ પામ્યા હતા. એમના અનુયાયીઓ પાર્વાપત્ય (“પાર્શ્વનાથનાં સંતાનો') તરીકે ઓળખાતા. મહાવીરનાં માતા-પિતા પાર્શ્વપત્ય હતાં. ‘ભગવતીસૂત્ર'માં ઉલ્લેખ છે કે અનેક પાર્શ્વપત્યો નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા હતા. મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પહેલાં પણ પાર્વાપત્યોને પૂર્વોનું જ્ઞાન હતું એમ જણાય છે. કુમારશ્રમણ કેશી પાર્શાપત્ય હતા અને મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી સાથેનો તેમનો સંવાદ “ઉત્તરાધ્યયન સૂત્ર'માં છે તથા એ વિષયની અનેક ટૂંકી કૃતિઓ પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યમાં છે. ઉપાંગ રાયપસેણિય સૂત્ત” (સૂત્ર પ૩)માં કુમાર શ્રમણ કેશીને વિદ્યાઓ અને મંત્રોનું જ્ઞાન હોવાનું કહ્યું છે. “ઉત્તરાધ્યયન સૂત્ર' (અધ્યયન ૧૮)માં કહ્યું છે કે કેશી વિદ્યાઓના પારગામી હતા, એટલું જ નહિ, તેમને અવધિજ્ઞાન હતું. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108