Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 77
________________ યોગ, અનુયોગ, મંત્રયોગ 90 કે કાગળ ઉપર યંત્રોમાં મંત્ર સાથે જે તે દેવતાની આકૃતિ હોય છે. સર્વ યંત્રોની આસપાસ “ભૂપુર' નામે ઓળખાતી, ચાર દરવાજાવાળી ચોરસ કિનારી બાંધેલી હોય છે, જે યંત્રની આસપાસ દિવાલ રચે છે અને બહારના જગતથી એને અલગ પાડે છે, એમ મનાય છે. જૈન યંત્રોમાં સમવસરણ સભામાં, તીર્થકર વિરાજમાન હોય છે; એને પણ કિલ્લા અને ચાર દરવાજા હોય, જેની આસપાસ તીર્થંકરની દેશના સાંભળવા માટે દેવ, મનુષ્ય અને તિર્યંચ એકત્ર થયેલા હોય છે. ઉપાસના માટે, નામસ્મરણ માટે અને પુરશ્ચરણ માટે રુદ્રાક્ષ, શંખ, કમલ-બીજ, મોતી, કાચ, રત્ન, સુવર્ણ, ચાંદી, પરવાળાં અથવા કુશની માળા રખાય છે. અર્વાચીન કાળમાં તંત્રોનો મૌલિક અભ્યાસ કરીને તેમાં રહેલાં આધ્યાત્મિક રહસ્યો અને ગૂઢ ચિન્તન પ્રગટ કરવાનું સર્વપ્રથમ માન કલકત્તા હાઇકોર્ટના એક સમયના ન્યાયમૂર્તિ સર જહોન વુડરોફને (જેઓ આર્થર એવલોન એ તખલ્લુસથી પણ લખતા તેમને) ઘટે છે; એ પછી આ ક્ષેત્રમાં ઘણું કામ થયું છે તથા શવ, બૌદ્ધ અને જૈન તંત્રશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રના અનેક ગ્રન્થો અને તે ઉપરનાં અધ્યયન પ્રગટ થયાં છે. ગુજરાતીમાં પ્રગટ થયેલું નર્મદાશંકર દેવશંકર મહેતાનું “શાક્ત સંપ્રદાય' વિષેનું પુસ્તક એમાં ઉત્તમ છે. છતાં આ ગૂઢ વિદ્યાઓનો અનેકવિધ વિમર્શ કરવાનું હજી બાકી રહે છે. જૈન મંત્રવાદ અને “પૂર્વ સાહિત્ય જૈન મંત્રવાદનું મૂળ, ઐતિહાસિક દૃષ્ટિએ નિદાન બાવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સમય સુધી ખોળી શકાય છે. જૈન આગમ સાહિત્યનાં બાર અંગો પૈકી બારમાં અંતામાં ચૌદ પૂર્વ હતાં. બારમું અંગ ઘણાં સમય પહેલાં લુપ્ત થયું હોઈ અગિયાર અંગો જ ઉપલબ્ધ છે. ચૌદ પૂર્વોનો આખો સમુદાય “દૃષ્ટિવાદ' તરીકે પણ ઓળખાય છે. ચૌદ પૂર્વે (દષ્ટિવાદ)માં ક્યા વિષયોની ચર્ચા હતી એનો અનુક્રમ જૈન આગમો પૈકી સમવાયાંગ સૂત્ર” અને નંદિસૂત્ર'માં મળે છે, અને તે ઉપરથી જણાય છે કે દસમા વિદ્યાનુવાદ પૂર્વમાં અનેકાતિશયવાળી વિદ્યાસાધનાની અનુકૂળતાથી સિદ્ધિના પ્રકર્ષો વર્ણવ્યા હતા અર્થાત્ દસમું પૂર્વ મંત્ર અને વિદ્યાઓ વિષે હતું. “સમવાયાંગ સૂત્ર' (અધ્યયન ૧૪)ની ટીકામાં કહ્યું છે કે યત્રાને વિદા વિટાતિયા વર્ષને તઃ વિદાનવાલા એટલે કે “વિદ્યાનુપ્રવાદમાં મંત્રવિદ્યાના અનેકવિધ ચમત્કારોનું નિરૂપણ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108