________________
૬૮
યોગ, અનુયોગ, મંત્રયોગ - પડ્યો. (ગુજરાતી “છાકટો” શબ્દ “શાક્ત”નો અપભ્રંશ છે, એ અહીં નોંધવું જોઈએ.) બૌદ્ધ તંત્ર અને તાંત્રિકોમાં પણ વામાચાર ઠીક પ્રમાણમાં પ્રચલિત રહ્યો; બુદ્ધનો મધ્યમ માર્ગ હોઈ એમાં શિથિલાચારનો પ્રવેશ પ્રમાણમાં સરલ હતો. પણ મહાવીરનો માર્ગ આકરી અને કઠોર તપશ્ચર્યાનો આગ્રહી હોઈ જૈન મંત્રવાદ અને તંત્રવાદ “પંચતત્ત્વથી સર્વથામુક્ત રહ્યો, એ તેનું જે વિપુલ સાહિત્ય તેમજ ઇતિહાસ-સામગ્રી ઉપલબ્ધ છે, તે ઉપરથી સ્પષ્ટ છે.
અથર્વવેદના મંત્રોમાં શૈવ આગમો અને તંત્રો અને બૌદ્ધ તંત્રોનાં મૂળ જણાય છે. જો કે જે તે પ્રદેશોમાં પ્રચલિત લોકધર્મોનો અને વિશેષત: બૌદ્ધ તંત્ર ઉપર નેપાળ, તિબેટ, અને મધ્ય એશિયાના પ્રદેશોની સ્થાનિક વિચારધારાઓનો પ્રભાવ પડ્યો છે એ નિઃશંક છે. ભારતમાં લુપ્ત થઈ ગયેલા બૌદ્ધ ગ્રન્થોના તિબેટન અનુવાદો-જે તિબેટન તાંજુર” અને “કાંજુરીમાં ઉપલબ્ધ છે તે-તિબેટના લામાઓએ તિબેટમાં નિમંત્રિત ભારતીય પંડિતોની સહાયથી કરેલા છે. તિબેટનો ધાર્મિક ઇતિહાસ લખનાર લામા તારાનાથ સોળમા સૈકામાં ભારતમાં આવ્યો હતો, જે પૂર્વે બૌદ્ધ ધર્મ અહીં લુપ્તપ્રાયઃ થયો હતો. આમ છતાં ઠેઠ અઢારમા સૈકા સુધી તિબેટના વિદ્યાર્થીઓ બૌદ્ધ દર્શન સમેત ભારતીય દર્શનોનો અભ્યાસ કરવા માટે કાશીમાં આવતા. નાલંદા, તક્ષશિલા અને ગુજરાતમાં વલભીનાં વિદ્યાપીઠ વિદ્યાની સર્વ શાખાઓના અધ્યયન-અધ્યાપન માટે વિખ્યાત છે, તો પણ નાલંદા અને વલભીમાં બૌદ્ધ વિદ્યાનો પ્રધાન ભાવે અભ્યાસ થતો હતો. નાલંદામાં શાન્તરક્ષિત અને કમલશીલ (જેમણે “તત્વસંગ્રહની અનુક્રમે રચના અને ટીકા કરી) જેવા બૌદ્ધવિદ્યાના દિગ્ગજ વિદ્વાનો હતા. બંગાળમાં વિક્રમશીલા બૌદ્ધ વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. છઠ્ઠા સૈકા જેટલા પ્રાચીન સમયમાં હ્યુએન-ત્સંગ અને ઇત્સિગ જેવા વિદ્વાન ચીના યાત્રીઓ ભારતની વિઘાયાત્રાએ આવ્યા હતા અને અન્ય સેકડો અજ્ઞાતનામાં વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આવી ગયા હશે. બોધગયા અને સારનાથનાં તીર્થોમાં વિદેશથી બૌદ્ધ યાત્રીઓ આજ સુધી આવે છે. આથી પારસ્પરિક આદાન પ્રદાન થયું હશે, તો પણ બૌદ્ધ તંત્રો પરત્વે ઉપર્યુક્ત વિધાન સાચું છે.
તંત્ર એટલે શું ? તંત્ર એટલે શું? “કામિકા આગમ'માં તંત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે–
तनोति विपुलानर्थान् तत्त्वमंत्रसमन्वितान् । त्राणं च कुस्ते यस्मात् तंत्रमित्यभिधीयते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org