________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
ઈશ્વર છે’. વળી તે એમ પણ કહે છે કે વિત્ત મંત્રઃ । (‘શિવસૂત્ર’, ૨-૧) અર્થાત્ (પરમ તત્ત્વનું સતત ધ્યાન કરતું) ચિત્ત એ જ મંત્ર છે.
૬૬
મંત્રનું કેવળ ઉચ્ચારણ પ્રભાવહીન છે. મંત્રના શબ્દની પાછળ એનો ઉચ્ચાર કરનાર વ્યક્તિના તપોબળનું, એના ચારિત્ર્યનું, એની નિષ્ઠાનું અને તેના ત્યાગનું બળ હોય છે. તેથી જ, એવી વ્યક્તિના સામાન્ય શબ્દમાં પણ મંત્રનું બળ પ્રગટ થાય છે, અને સાંભળનારના હૃદયમાં એ જડાઈ જાય છે. એથી ઊલટું, તર્કબદ્ધ બૌદ્ધિક કસરત દ્વારા બોલાયેલા શબ્દો કોઈ પ્રભાવ પાડી શકતા નથી.
મંત્ર અને તંત્રનો જગતના લગભગ બધા દેશોમાં પ્રાચીન કાળથી પ્રયોગ થતો આવ્યો છે. મંત્રાદિને નામે અનેક ઢોંગ થયા છે, તો પણ તમામ મંત્રવાદ કે મંત્રસાહિત્યની કેવળ અવગણના કરવી ઉચિત નથી. નિદાન, ઐતિહાસિક, તુલનાત્મક, આધ્યાત્મિક અને બને તો લોકોપયોગની દૃષ્ટિએ પણ એનો વિચાર ક૨વો જોઇએ. ધર્મોનો ઇતિહાસ અને લોકશાસ્રની દૃષ્ટિએ પણ એ વિષેના વિપુલ સાહિત્ય પ્રત્યે દષ્ટિપાત કરવો ઉચિત છે. યોગ, મંત્ર અને તંત્રની અનેક સિદ્ધિઓ વિષે જાણવા મળે છે. ઐતિહાસિક ગ્રન્થોમાં તે નોંધાઈ છે તથા આપણામાંના કેટલાકને એનો પ્રત્યક્ષ અનુભવ થયો હશે. પણ એની હું અહીં વાત નહિ કરું . આ વ્યાખ્યાનમાં ભારતીય - વૈદિક અને શાક્ત બૌદ્ધ અને વિશેષતઃ જૈન મંત્રયોગનું વિહંગાવલોકન હું કરીશ.
‘અથર્વાંગિરસ’
વેદની ઋચાઓને ઘણી વાર ‘મંત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. વળી ગાયત્રી જેવી પ્રાર્થના પણ એમાંની શબ્દશક્તિને કારણે મંત્રમુખ્ય ગણાઈ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદનો યજ્ઞવિધિ સાથે ગાઢ સંબંધ છે. પણ ‘અથર્વવેદ’નો સંબંધ આપણે જેને મંત્ર-તંત્ર ગણીએ, એ સાથે મુખ્યત્વે છે. વ્યાધિઓ, હિંસક પ્રાણીઓ, રાક્ષસો, ભૂતપિશાચો, શત્રુઓ, બ્રાહ્મણોને કષ્ટ આપનાર લોકો એ સર્વનો પ્રભાવ ક્ષીણ થાય એ અથર્વવેદના ઘણા ખરા મંત્રોનો હેતુ છે. પણ તે સાથે કુટુંબમાં અને ગામમાં સુલેહ શાન્તિ જળવાય, શત્રુઓ સાથે મિત્રતા થાય, લાંબું આયુષ્ય આરોગ્ય અને સુખસંપત્તિ મળે, પ્રવાસ નિર્વિઘ્ને થાય, જુગારમાં લાભ થાય એવા શુભકારી મંત્રો પણ અથર્વવેદમાં છે. આમ અથર્વવેદમાં બે પ્રકારના મંત્રો છે-શુભ વસ્તુની પ્રાપ્તિ માટેના તથા અનિષ્ટને દૂર કરવા માટેના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org