Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 72
________________ ૩. મંત્રયોગ याज्ञवल्क्यः - वाग् वै ब्रह्म । वागेवाऽऽयतनमाकाशः પ્રતિ પ્રત્યેનકુપારીત કવિ: - વ તા ? | याज्ञवल्क्यः - वागेय प्रज्ञता सम्राड् । બૃહદારણ્ય ઉપનિષદ', ૪-૧-૨ एकः शब्दः सम्यग् ज्ञातः शास्त्रान्वितः सुप्रयुक्तः स्वर्गे लोके च कामधुम् भवति । પાતંજલ “મહાભાષ્ય', ૬-૧-૮૪ अनादिनिधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् । विवर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥ ભર્તુહરિકૃત “વાક્યપદીય', મંગલાચરણ મનનારા રૂતિ મંત્રી જેના મનન અભ્યાસ પુનરાવૃત્તિથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે “મંત્ર “એવી “મંત્રની એક વ્યાખ્યા અપાઈ છે. મંત્રનું ઉપાદાન શબ્દ છે અને તેથી મંત્ર એ શબ્દબ્રહ્મનો આવિષ્કાર છે અને ભર્તુહરિ કહે છે તેમ, અર્થરૂપે શબ્દબ્રહ્મના વિવર્તી થાય છે, જેથી જગતની પ્રક્રિયા ચાલે છે. મનુષ્યના શ્વાસોચ્છવાસની સાથે સોડ૬ નાદ ઉત્પન્ન થાય છે. મંત્ર મહેશ્વર” પ્રારંભમાં ચૈતન્યનો શબ્દરૂપે આવિષ્કાર થયો હતો, એમ કહેવાયું છે. ઉપનિષદોમાં કહ્યું છે કે પ્રજાપતિએ ધ્યાન કર્યું, એમાંથી 3ૐકાર ઉત્પન્ન થયો (છાન્દોગ્ય ઉપનિષદ; ૨-૨૩-૩), જે બીજમંત્ર છે. ૐ એ એક અક્ષરમાં સર્વ સમાયું છે. ભૂત, ભવદ્ અર્થાત વર્તમાન અને ભવિષ્ય એ સર્વ ૩ૐકાર છે. આ ત્રિકાલાતીત જે કંઈ છે તે પણ ૐ કાર છે. (“માંડૂક્ય ઉપનિષદ', ૧). ગીતાના દસમા અધ્યાય “વિભૂતિયોગ' (શ્લોક ૨૫)માં કહ્યું છે કે રિન્ટેક્ષમક્ષમ અર્થાત્ “વચનોમાં એકાક્ષર–ઠેકાર હું છું. મંત્રશાસ્ત્ર અનુસાર, બધા મંત્રોમાં મુખ્ય બીજમંત્ર ૐકાર છે. કાશ્મીરનું પ્રત્યભિજ્ઞાદર્શન, જે વિષે બીજા વ્યાખ્યાનમાં સંક્ષિપ્ત નિર્દેશ કર્યો છે, તેનું એક સૂત્ર છે કે મંત્ર: મહેશ્વરઃ મંત્ર એ જ પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108