________________
૩. મંત્રયોગ
૬૯
તત્ત્વ અને મંત્ર વિષે વિપુલ જ્ઞાનનો વિસ્તાર કરે છે અને (ઉપાસકનું) રક્ષણ કરે છે, તેથી એ તંત્ર કહેવાય છે.”
વૈદિક આયુર્વેદ વ્યાધિઓના નિવારણ માટે મુખ્યત્વે કાઠૌષધિનો પ્રયોગ ર્યો, જ્યારે તાંત્રિકોએ એમાં રસ-પારદ (પારા)નો ઉમેરો કર્યો. આયુર્વેદમાં જે ઔષધો “રસાયણ' કહેવાય છે અને જે ઔષધિનાં નામને અંતે “રસ' આવે છે તેમાં પારાનો પ્રયોગ છે. ઈસવી સનના સાતમા સૈકામાં થયેલા સિદ્ધ નાગાર્જુન (એ સૌરાષ્ટ્રમાં ઢાંકમાં રહેતા હતા; બીજા સૈકામાં થયેલા, બૌદ્ધ દર્શનની માધ્યમિક શાખાના સ્થાપક નાગાર્જુનથી તેઓ ભિન્ન છે) એક મહાન તાત્રિક હતા અને એકજટા દેવીની પૂજાને તેઓ તિબેટમાંથી લાવ્યા હતા. શાબરીપા-શાબરીયાદ (ઇ.સ.નો સાતમો સૈકો) નામે આચાર્ય “શાબર મંત્રોના કર્તા હતા. તેઓ આદિવાસી શબર જાતિના હતા અને સુવર્ણસિદ્ધિ સાથે તેમનું નામ જોડાયેલું છે. (મીમાંસા સૂત્રોના ભાષ્યકારશખર સ્વામી હતા અને એથી એમનું ભાષ્ય “શાબર ભાષ્ય' તરીકે પ્રસિદ્ધ છે.) પ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્રસૂરિએ (ઈ.સ.નો સાતમો સૈકો) “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' (શ્લોક ૬૨૩)માં “શાબર મંત્રોનો ઉલ્લેખ કર્યો છે–
मंत्रादीनां च सामर्थ्य शाबराणामपि स्फुटम् ।
प्रतीतं सर्वलोकेऽपि न चाप्यव्यभिचारि तत् ॥ યોગિની લક્ષ્મીકરા, જે આઠમા સૈકામાં થયાં, તેમણે સહજયાન પ્રવર્તાવ્યો જણાય છે. તેમણે કહ્યું કે સર્વ વર્ગોની સ્ત્રીઓ સન્માનપત્ર છે, કેમકે પ્રત્યેક સ્ત્રી પ્રજ્ઞાનું સ્વરૂપ છે. તેમણે કહ્યું કે સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય એ પછી એના ખાનપાન ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી તેમજ એ ઉપવાસ કે સ્નાન કરે કે નહિ, એ પણ મહત્ત્વનું નથી. શાક્ત તંત્રોના કૌલાચાર અને બૌદ્ધ તંત્રોના બૌદ્ધાચાર વચ્ચે પ્રત્યક્ષ વ્યવહારમાં ઝાઝો ભેદ રહ્યો નહિ.
યંત્ર
મંત્ર-તંત્રની સાથે યંત્રનો ઉલ્લેખ આવશ્યક છે. એમાં સાધક સામે દેવતાની મૂર્તિને બદલે યંત્ર હોય છે. યંત્ર એક આધ્યાત્મિક આકૃતિ છે. એ ભૂfપત્ર, તાડપત્ર કે કાગળ ઉપર દોરાય છે અથવા ધાતુ કે પથ્થર ઉપર કોતરાય છે. કેટલાંક વિશિષ્ટ પ્રકારનાં યંત્રો દીપડાના કે ગધેડાના ચામડા ઉપર લખાયાં છે અથવા મનુષ્યનાં હાડકાં ઉપર કોતરાયાં છે (મંત્રમહોદધિ, તરંગ ૨૬, શ્લોક ૧૮પ૯). ધાતુ કે પથ્થર ઉપરનાં યંત્રોમાં દેવતાની આકૃતિ નથી હોતી, પણ ભૂર્જપત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org