________________
૩. મંત્રયોગ
અર્થાત્ પંચમ શ્રુત કેવલી ભદ્રબાહુએ વિદ્યાપ્રવાહ પૂર્વમાંથી આ ગ્રહશાન્તિ ઉદ્ધત કરી છે.
આનો અર્થ એ થયો કે પાર્શ્વનાથ અને પાર્વાપત્યોને મંત્રતંત્ર અને નિમિત્તશાસ્ત્ર તથા અન્ય વિદ્યાઓ સાથે નિકટનો સંબંધ છે.
“સારૂપિક' અને “સિદ્ધપુત્ર' નામે ઓળખાતા વર્ગનો પાર્શ્વનાથની પરંપરા તથા મંત્રયોગ અને નિમિત્તશાસ્ત્ર સાથે સંબંધ છે. છેદસૂત્રો જેવાં કે “નિશીથ ભાષ્ય' (ઉદ્દેશક ૧, ગાથા ૩૪૬), બૃહત્કલ્પ સૂત્ર ભાષ્ય' (ઉદ્દેશક ૧-૪ અને ૬) તથા
વ્યવહાર સૂત્ર” ભાષ્ય (ઉદેશક ૪ અને ૮) આદિમાં અને “આવશ્યક સૂત્ર” ઉપરની ચૂર્ણિ તથા ભાષ્યમાં અને હરિભદ્રસૂરિના “સંબોધપ્રકરણમાં સારૂપિકો અને સિદ્ધપુત્રોનો ઉલ્લેખ છે. તેઓ નિમિત્તશાસ્ત્રમાં અને વિદ્યાઓ તથા મંત્રયોગમાં નિપુણ હતા. “નિશીથ સૂત્ર ચૂર્ણિ (ઉદ્દેશક ૧, ભાષ્ય ગાથા ૩૪૬) અનુસાર, તેમનું સ્થાન શ્રાવકો અને સાધુઓ વચ્ચેનું હતું. સંભવ છે કે એમાંના કેટલાક સાધુમાંથી ગૃહસ્થ થઈ ગયા હોય. સાધુઓના આચારોમાં શિથિલ હોય, અને છતાં સાધુવેશ પહેરતા હોય અને ભિક્ષાટન કરતા હોય તે “સારૂપિક કહેવાતા હોય. તેઓ શ્વેત વસ્ત્ર પહેરતા, પણ રજોહરણ, દંડ કે લાકડાનાં પાત્ર રાખતા નહિ. તેઓ સંન્યાસીઓની જેમ માથાનું મુંડન કરાવતા અથવા કેવલ શિખા રાખતા. તેઓ એકાકી રહેતા અને પત્ની સાથે પણ વસતા. તેઓ ભિક્ષાટન કરતા નહિ, પણ જુદી જુદી કલાઓ, નિમિત્તશાસ્ત્ર, મંત્ર અને વૈદ્યક દ્વારા આજીવિકા મેળવતા. જ્યારે શ્રાવકો નિમંત્રણ આપે ત્યારે સામાન્ય અતિથિઓની જેમ તેમને ઘેર તેઓ જમતા.
મહાવીરની પ્રાચીન જીવન કથાઓમાં સ્વપ્રપાઠકોના ઉલ્લેખો વારંવાર આવે છે. ઉત્પલ નામે નૈમિત્તિક પાર્વાપર્યો હતો, પણ પાછળથી પરિવ્રાજક થયો હતો. મહાવીરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પહેલાં એમનાં સ્વપ્રોનું ફળ, વગર પૂછુયે જ, ઉત્પલે કહ્યું હતું. મહાવીરના પિતા સિદ્ધાર્થે સ્વપ્ર-પાઠકોને પ્રશ્નો કરી, તેમને દાન આપ્યાં હતાં. “આવશ્યક સૂત્ર' ઉપરની નિયુક્તિ (ગાથા ૪૭૯)માં કહ્યું છે કે શિવદત્ત નામે નૈમિત્તિકને ઘણા લોકો પ્રશ્ન પૂછવા આવતા. મહાવીરની ધર્મશુદ્ધિ અને આચારશુદ્ધિનો જેમણે સ્વીકાર કર્યો નહિ, એવા અનેક “સારૂપિક' અથવા ‘સિદ્ધપુત્ર” થઈ ગયા હશે અને તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ લોકહિતાર્થે તેમ આજીવિકાથું ચાલુ રાખ્યો હશે. જૈન આગમોમાં જ્યોતિષ અને વૈધકને “પાપલ્વત’ અને મિથ્યાશ્રત' કહ્યા છતાં આ પરિપાટી ચાલુ રહી, કેમકે લોકોને એની જરૂર હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org