Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 71
________________ ૬૪ અહીં સૂત્રકારે પ્રાચીનતર પ્રાકૃત સાહિત્યમાંથી ગાથાઓ ટાંકી છે સંયોગથી થતાં નામો વિષે સૂત્રકાર લખે છે કે સંયોગ ચારપ્રકારના છેદ્રવ્યસંયોગ (‘છત્ર’ વડે ‘છત્રી' અર્થાત્ છત્રવાળો, ‘દંડ’ વડે ‘દંડી’ અર્થાત્ દંડવાળો). ક્ષેત્રસંયોગ (માલવ, માગધ, સૌરાષ્ટ્રક, મહારાષ્ટ્રક ઇત્યાદિ); કાલસંયોગ (‘પ્રાકૃષક’ ઇત્યાદિ); અને ભાવસંયોગ (‘જ્ઞાન’ વડે ‘જ્ઞાની’, ‘દર્શન’ વડે ‘દાર્શનિક', ‘ક્રોધ’ વડે ‘ક્રોધી’, ‘માન' વડે ‘માની' ઇત્યાદિ). પ્રમાણથી થતાં નામની વાત કરતાં સૂત્રકારે ‘જીવિતનામ'નો ઉલ્લેખ કર્યો છે, એ ઘણો રસપ્રદ છે. ગવાર્ટ્ (કચરો), સ્તુપ (ઉકરડો), ાિય (ત્યજાયેલો), જજ્બવત્ (પૂંજો, ગુજ. કાજો), સુષ્પદ્ (‘સૂપડામાં મુકાયેલો’) એ બધાં જીવિતનામો છે. જેમનાં બાળકો જીવતાં ન હોય એવાં માબાપો આવાં અથવા આને મળતાં નામ પાડે એવી પ્રથા અનેક સ્થળે છે (ઉદાહરણ તરીકે, ખોડો, ભીખો-ભીખી, છોકરાનું નાક વીંધાવીને નામ પાડે નાથો, ધૂળો-ધૂળી, જોઈતો-જોઇતી, જીવો-જીવી, કચરો ઇત્યાદિ અને એની સાથે જાતજાતની માન્યતાઓ જોડાયેલી હોય છે. અહીં ટીકાકારે પણ એ વિષે કેટલીક નોંધ કરી છે.* યોગ, અનુયોગ, મંત્રયોગ ભાષાની સંજ્ઞાઓની વ્યુત્પત્તિમૂલક અને અર્થમૂલક ચર્ચા ‘અનુયોગદ્વારસૂત્ર’માં જે ભેદ પાડ્યા છે એની વ્યાકરણગત શાસ્ત્રીયતા વિષે મતભેદ પડવા સંભવ છે; પણ ‘અનુયોગદ્વાર'ના કર્તાનો ઉદ્દેશ જેને સામાન્ય રીતે ભાષાનું વ્યાકરણ કહેવામાં આવે છે એ આપવાનો નથી, પરન્તુ ખાસ કરીને જૈન સાધુ–વાચકોને ધ્યાનમાં રાખી ભાષાની સંજ્ઞાઓની વ્યુત્પત્તિમૂલક તથા અર્થગત ચર્ચા કરવાનો છે. આ ચર્ચા મુખ્યત્વે પ્રાકૃત ભાષાઓને અનુલક્ષીને કરવામાં આવી છે, પણ એમાંથી નિષ્પન્ન થતાં સામાન્ય વિધાનો - મતભેદને પાત્ર હોય તો પણ વ્યાપક મહત્ત્વ ધરાવે છે. અર્થસંક્રાન્તિનાં કારણભૂત કેટલાંક માનસિક બળો પ્રત્યે સૂત્રકારે અંગુલિનિર્દેશ કર્યો છે અને એનાં કેટલાંક સુન્દર ઉદાહરણ આપ્યાં છે. - Jain Education International * इह यस्या जातमात्रमपत्यं म्रियते सा लोकस्थितिवैचित्र्याज्जातमपि किञ्चिदपत्यं जीवननिमित्तमवकरादिष्ववस्यति, तस्य चावकरक : उत्कुरुटक इत्यादि यन्त्राम क्रियते तज्जीविकाहेतो: સ્થાપનામા વ્યાયતે, ‘સુબ'ત્તિ યા પૂર્વે ત્વા ચળતે તસ્ય મૂર્ખ નામ સ્થાપ્યતે। એ જ. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108