________________
યોગ, અનુયોગ, મંત્રયોગ સિદ્ધ છે, નાગૌણ અર્થાત્ ગુણનિષ્પન્ન ન હોય એવાં નામનાં ઉદાહરણ આ પ્રમાણે આપ્યાં છે-કન્ત (ભાલા વિનાનું હોવા છતાં) એક પક્ષી સકુન્ત (સં. શન), મુળ (મગ) વિનાનો હોવા છતાં સમુદ્ગ, (ડબ્બો), મુદ્રા (વીટી) વિનાનો હોવા છતાં સમુદ્ર, અલાલ (લાલ) વિનાનું છતાં પલાલ (પરાલ, વાં. પ્રતાન, પુષ્કળ લાલવાળું), કુલિકા વિનાની છતાં સકુલિકા (સમડી) કહેવાય છે. ઈત્યાદિ. (પત્તાન અને સતિશ વિષે આ વૈચિત્ર્ય પ્રકૃતિમાં જ છે. એ વિષે ટીકાકાર લખે છે - પ્રતિનિમીત્યાત્રિાયથાર્થતા કાવ્યા, સંસ્કૃત્તેિ તૃવિશેષ पलालं निर्युत्पत्तिकमेवोच्यते इति न यथार्थायथार्थचिन्ता संभवति ...... 'अउलिया सलिय त्ति...इत्येवमिहापि प्राकृतशैलीमेवाङ्गीकृत्यायथार्थता, संस्कृते तु शकुनिकैव साऽभिधीयत इति कुतस्तच्चिान्तासम्भवः । इत्येवमन्यत्राप्यविरोधतः सुधिया भावना कार्या कुतस्तश्चिन्तासम्भवः? इत्येवमन्यत्राप्यधिरोधतः
થયા ભાવના . (એ) મૂળસૂત્ર અને એનાં ઉદાહરણ પ્રાકૃતમાં હોવાથી આટલો ખુલાસો પ્રસ્તુત છે.) લૌકિક દૃષ્ટિએ આપેલી આ કૃત્રિમ વ્યુત્પત્તિઓ છે. પણ એમાં વિલક્ષણ લાગતાં નામકરણ પ્રત્યે તૂહલ કરીને, ગુણનિષ્પન્ન નહિ એવાં નામો પણ પદાર્થોને અપાય છે, એમ બતાવવાનો પ્રયાસ છે.
આદાનપદથી પડતાં નામ વિષે કહ્યું છે કે કેટલાંક શાસ્ત્રાદિ એમના પ્રારંભિક શબ્દથી ઓળખાય છે, તે આદાનપદનાં ઉદાહરણ કહેવાય; જેમકે “આચારાંગ સૂત્ર'નું પાંચમું અધ્યયન આવરી' તરીકે, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ત્રીજું અને ચોથું અધ્યયન અનુક્રમે “ચાતુરંગિજ્જ' અને “અસંખ્ય” તરીકે ઓળખાય છે, ઈત્યાદિ.
પ્રતિપક્ષપદમાં કર્તાએ એવાં નામનું સૂચન કર્યું છે, જેમાં એક પ્રકારની વક્રોક્તિ રહેલી છે, સૂચિત કરવાની વસ્તુના ગુણથી વિરુદ્ધ પ્રકારનું વસ્તુનું નામ હોય તે પ્રતિપક્ષપદ. ભાષામાં સર્વ કાળે આ પ્રકારનું વલણ ઓછાવત્તા પ્રમાણમાં રહેલું છે. અહીં સૂત્રકારે પ્રતિપક્ષ નામના કેટલાક સૂચક દાખલા આપ્યા છે. એ લખે છે – જ્યારે નવાં ગામ વસતાં હોય ત્યારે અશિવા અથવા અકલ્યાણકારી શિયાળને શિવા કહે છે. કવિ ભારવિએ “કિરાતાર્જુનીય'ના પહેલા સર્ગના ૩૮મા
શ્લોકમાં વનવાસી યુધિષ્ઠિર પ્રભાતમાં અશિવા'-અપશુકનિયાળ શિવાના રુદનથી જાગે છે એમ વર્ણવ્યું છે, ત્યાં આ “પ્રતિપક્ષપદનો કવિતામય પ્રયોગ છે–
पुराधिरूढः शयनं महाधनं विबोध्यसे यः श्रुतिगीतिमङ्गलैः । अदभ्रदर्भामधिशय्य स स्थली जहासि निदामशिवैः शिवास्तैः॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org