________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
સ્થાપના કરી. હરિભદ્રસૂરિએ અનેકાન્તવાદ ઉપર થતા આક્ષેપોનો સબળ ઉત્તર પોતાના “અનેકાન્તજયપતાકા' ગ્રન્થમાં આપ્યો (ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા, ૧૯૪૦-૪૭; સંપાદક હીરાલાલ રસિકદાસ કાપડિયા) આચાર્ય અકલંકે “આપ્તમીમાંસા' ઉપર અષ્ટશતી'નામે ટીકા લખીને બૌદ્ધ દાર્શનિકોને તર્કસંગત ઉત્તર આપ્યો અને એમની પછી વિદ્યાનંદે “અષ્ટસહસ્રનામે વિશાળ ટીકા રચીને અનેકાન્તનો સમર્થ પુરસ્કાર કર્યો.
આચાર્ય વિદ્યાનંદે તે સમય સુધી વિકસેલા ભારતીય વાદોનો સમન્વય કરી તત્ત્વાર્થશ્લોકવાર્તિક'નામે મહાગ્રન્થ રચી અનેકાન્તવાદનું સમર્થન કર્યું. પ્રમાણપરીક્ષા' નામે એક સ્વતંત્ર ગ્રન્થમાં તેમણે વિવિધ પ્રમાણોની ચિકિત્સા કરીને અકલંકની પ્રમાણ–પરીક્ષાનું સમર્થન કર્યું. એમણે “આHપરીક્ષા'નામે ગ્રન્થ પણ લખ્યો; એમાં આમ કોણ? એની ચર્ચા કરી તીર્થંકરને આમ સિદ્ધ કર્યા અને બુદ્ધ વગેરેને અનાd ગયા. આચાર્ય માણિક્યનંદીએ અકલંકના ગ્રન્થોના સારસંગ્રહ રૂપે “પરીક્ષામુખ' નામે જૈન ન્યાયનો એક સૂત્રાત્મક ગ્રંથ રચ્યો.
અગિયારમી સદીમાં અભયદેવ અને પ્રભાચન્દ્ર એ બે, શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના મહાન આચાર્યો થયા. અભયદેવે “સન્મતિતર્ક ઉપર વિસ્તૃત ટીકા લખી હતી, એ હમણાં જ આપણે જોયું; પ્રભાચજે “પરીક્ષામુખની ટીકા પ્રમેયકમલમાર્તડ અને “લઘીયગ્નની ટીકા “ન્યાયકુમુદચંદ્રમાં જૈન ન્યાયવિષયક સમસ્ત પ્રમેયોની આધારભૂત ચર્ચા કરી છે. એ પછી બારમી સદીમાં વાદી દેવસૂરિએ પ્રમાણ અને નયની વિસ્તૃત ચર્ચા કરતો “યાદ્વાદરત્નાકર' ગ્રન્થ રચ્યો; આ ગ્રન્થ “પ્રમાણનયતત્તાલોકાલંકાર'ની સ્વોપજ્ઞ ટીકા છે. એમાં વાદી દેવસૂરિએ, જે દાર્શનિકોના પૂર્વપક્ષોનો સંગ્રહ નહોતો કર્યો એ સર્વનો નિરાસ કર્યો છે. વાદી દેવસૂરિના સમકાલીન કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્ર આ બધા દુરૂહ ગ્રન્થોને બાજુએ મૂકી, “પ્રમાણમીમાંસા' નામે મધ્યમ કદનો એક ઉત્તમ પાક્ય ગ્રન્થ આપ્યો છે.
નવ્ય ન્યાયની શૈલીએ યશોવિજયજીની દાર્શનિક રચનાઓ
ભારતના દાર્શનિક ક્ષેત્રમાં નવ્ય ન્યાયનો ઉદય ગંગેશ ઉપાધ્યાયથી થાય છે. ગંગેશનો જન્મ વિ.સં. ૧૨૫૭ (ઈ.સ. ૧૨૮૧)માં થયો હતો. એમણે વિકસાવેલી નવ્ય ન્યાય રીતિના પ્રકાશમાં વિવિધ દાર્શનિકોએ પોતપોતાના માર્ગનું પરિમાર્જન કર્યું. પણ સત્તરમા સૈકામાં ઉપાધ્યાય યશોવિજ્યજીના સમય સુધી નવ્ય ન્યાય પ્રત્યે કોઈ જૈન વિદ્વાનનું ધ્યાન ગયું નહોતું. સત્તરમા સૈકાના આરંભમાં
Jain Education International
. For Private & Personal Use Only
www.jainelibrary.org