Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 65
________________ પ૮ યોગ, અનુયોગ, મંત્રયોગ સપ્તભંગનયની વ્યવસ્થા ઈસવી સનની પાંચમી સદી આસપાસ જૈન દાર્શનિકોએ અનેકાન્તવાદ, નયવાદ, સ્યાદ્વાદ અથવા સપ્તભંગી નયની પૂર્ણ વ્યવસ્થા કરી. વિશ્વની ચિત્તન સમૃદ્ધિમાં જૈન દર્શનનું એ અપૂર્વ પ્રદાન છે. ભગવાન મહાવીરના ઉપદેશોમાં નયવાદ અથવા વસ્તુને વિવિધ દૃષ્ટિએ વિચારવાની પદ્ધતિને સ્થાન હતું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર નિક્ષેપોને આધારે કોઈ પદાર્થનો સમુચિત વિચાર થઈ શકે. આ ઉપદેશોના પ્રકાશમાં સિદ્ધસેન દિવાકર આદિ પ્રકાંડ દાર્શનિકોએ અનેકાન્તવાદની અભુત વ્યવસ્થા કરી અને “સન્મતિતર્ક નામે મહાન ગ્રન્થમાં (અને અગિયારમા સૈકામાં થયેલા આચાર્ય અભયદેવસૂરિએ તે ઉપરની તત્ત્વબોધ વિધાયિની” અથવા “વાદમહાર્ણવ' નામે ટીકામાં) તથા ભગવાનની સ્તુતિરૂપ ‘દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા-બત્રીસ બત્રીસીઓમાં અનેકાન્તવાદનું પ્રબલ સમર્થન કર્યું છે, જે આજ સુધી અવિકલ રહ્યું છે. મહાન તાર્કિક સિદ્ધસેન દિવાકરની વિશેષતા એ છે કે તેમણે પોતાના સમયના અનેક વાદો, સંપ્રદાયો અને પંથોનો સમાવેશ નયવાદમાં કરી દીધો. અદ્વૈતવાદને સિદ્ધસેને સંગ્રહ નય કહ્યો; ક્ષણિકવાદી બૌદ્ધોનો સમાવેશ ઋજુસૂત્ર નયમાં કર્યો; સાંખ્યનો સમાવેશ દ્રવ્યાર્થિક નયમાં કર્યો; કણાદના વૈશેષિક દર્શનનો સમાવેશ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં કર્યો. તેઓ એમ કહે છે કે જગતમાં જેટલાં મતમતાંતરો છે એ સર્વનો સમાવેશ અનેકાન્તવાદમાં થઈ શકે. વસ્તુતઃ પદાર્થોમાં ભેદ છે અને અભેદ પણ છે. સાંખ્યોએ અભેદને મુખ્ય માન્યો અને બૌદ્ધોએ ભેદને. સ્વાદ્વાદની દૃષ્ટિએ ભેદ અને અભેદ બંને ઠીક છે. આવી રીતે નિત્ય-અનિત્યવાદ, હેતુવાદ-અહેતુવાદ, ભાવ-અભાવવાદ, સત્કાર્યવાદઅસત્કાર્યવાદ વગેરે પરસ્પર વિરુદ્ધ વાદોનો સમન્વય સિદ્ધસેન દિવાકરે કર્યો છે. સિદ્ધસેનના આ કાર્યને દિગંબર આચાર્ય સમતભદ્રે પોતાની પ્રતિભાથી પુષ્ટ કર્યું. સમતભદ્રની વિશેષતા એ કે વિરોધી વાદોનાં યુગલ લઈને સપ્તભંગીયોજના કેવી રીતે કરવી તે ભાવ-અભાવ, નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ, હેતુવાદઅહેતુવાદ, સામાન્ય-વિશેષ વગેરે વિવિધ વાદોની સમ્યફ વિવૃતિ તેમણે સપ્તભંગીનય દ્વારા આપી છે. વસ્તુતઃ સમતભદ્રત “આતમીમાંસા'ગ્રન્થ અનેકાન્ત વ્યવસ્થા માટે શ્રેષ્ઠ તત્ત્વવિવેચન છે. આપ્ત કોને ગણવો ? એ પ્રશ્નના ઉત્તરમાં સમતભદ્રે કહ્યું છે કે સ્યાદ્વાદ તર્ક દૃષ્ટિએ નિર્દોષ હોઈ એના ઉપદેશને આપ્ત કહેવાય. સમંતભદ્ર “યુજ્યનુશાસન'માં જૈન દર્શનને નિર્દોષ બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108