________________
પ૬
યોગ, અનુયોગ, મંત્રયોગ
આગમમાં પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ “ગ્રહણ' એવું આપ્યું છે (RUનિવ@ોપ પોગવિલા, “ભગવતી સૂત્ર', ૧૩-૪-૪૮૧); પEW એ જ, ૨-૧૦-૧૧૭; “સ્થાનાંગસૂત્ર', ૪૪૧). આ સૂત્રોમાંથી એ ફલિત થાય છે કે વસ્તુનો અવ્યભિચારી ગુણ એજ આગમકાર વસ્તુનું લક્ષણ ગણે છે. કેવળ પગલ વિષે નહિ, પણ જીવ વગેરેના જે ઉપયોગ આદિ ગુણો છે તે પણ; ગુણ એ જ લક્ષણ.
જીવ પોતાના અધિષ્ઠાનરૂપ શરીર, યોગ અને શ્વાસોચ્છવાસ વડે પગલ ગ્રહણ કરે છે. જે બંધયોગ્ય છે તે પુદ્ગલ છે. પણ વિશેષ સ્પષ્ટીકરણ રૂપે ઉત્તરાધ્યયન સૂત્ર” (૨૮-૧૨) એની બીજી વ્યાખ્યા આપે છે
सेइंतयारउज्जोओ पहा छायातवेइ वा ।
वण्णरसगंधफासा पुग्गलाणं तु लकखणं ॥ વિવિધ દર્શનોમાં શબ્દાદિને ગુણ અને દ્રવ્ય માનવાની કલ્પનાઓ છે, પણ ઉત્તરાધ્યયન'માં શબ્દાદિનો સમાવેશ પુદ્ગલ દ્રવ્યમાં કરવાનું વિધાન છે; પુગલ દ્રવ્યની વ્યાખ્યા ત્યાં એવી કરી છે કે વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ જેમાં હોય તે પુદ્ગલ.
- ઉમાસ્વાતિએ ઈન્દ્રિયો વિષે કહ્યું છે કે ઇન્દ્રિયો પાંચ છે; આમ કહીને તેમણે નૈયાયિકોના ષડિન્દ્રિયવાદ અને બૌદ્ધોના જ્ઞાનેન્દ્રિયવાદનો અસ્વીકાર કર્યો છે.
પણ એક જ પ્રદેશમાં ધર્માદિ સર્વ દ્રવ્યોનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે? એ પ્રશ્નનો ઉત્તર ઉમાસ્વાતિએ એવો આપ્યો છે કે ધર્મ, અધર્મ, આકાશ અને જીવના પરસ્પરમાં અસ્તિત્વ અને પુગલમાં એ સર્વના અસ્તિત્વ વચ્ચે વિરોધ નથી, કેમકે એ સર્વ અમૂર્ત છે.
આગમકાળમાં જૈન દષ્ટિએ સ્વતંત્ર પ્રમાણચર્ચા થઈ નથી. “અનુયોગ દ્વારમાં જ્ઞાનને પ્રમાણ કહ્યા પછી પણ પાંચ પ્રકારના જ્ઞાનને પ્રમાણ કહ્યું નથી. પણ એની પૂર્તિ આગમકાળ પછી થયેલા વાચક ઉમાસ્વાતિએ કરી. તેમણે કહ્યું કે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ - એ પાંચ જ્ઞાન પ્રમાણ છે. (તિશ્રતીઊંધિમન:પર્યાયવેનિનિ જ્ઞાનમ્ | ૧ | તત પ્રમાણે | ૨૦ | તત્વાર્થસૂત્ર', ૨)
વળી ઉમાસ્વાતિ કહે છે કે આ પાંચેય જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષમાં વિભક્ત છે આથી “અનુયોગદ્વાર’માં લોકોનુસરણ કરીને ઇન્દ્રિયપ્રત્યક્ષ આંશિક-મતિજ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org