________________
૨. અનુયોગ
પપ
૨૮મા “મોક્ષમાર્ગ અધ્યયનમાં જ્ઞાનના વિષયભૂત દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ પદાર્થ બનાવ્યા છે. “અનુયોગદ્વાર સૂત્રમાં પણ એ ત્રણ પદાર્થો છે (જે હિં તે વિનામે ત્રણે ગુણાને પળવારે I સૂત્ર ૧૨૪). ઉમાસ્વાતિએ ગુણ અને પર્યાય બંનેને દ્રવ્યલક્ષણમાં સ્થાન આપ્યું છે; આમાં એમનો આગમાશ્રય તો છે, પણ શબ્દ રચનામાં “વૈશેષિકસૂત્ર'ના શિયાળુ વત્ (--૨) આદિદ્રવ્ય લક્ષણનો સ્પષ્ટ પ્રભાવ છે.
ઉત્તરાધ્યયન સૂત્રકારે ગુણનું લક્ષણ આપતાં કહ્યું છે કે વ્યથિ ગુI (૨૮-૬). આગમિક પરંપરાનો આશ્રય કરવા છતાં ઉમાસ્વાતિએ “વૈશેષિક સૂત્ર'નો વ્યાખ્યા માટે ઉપયોગ કર્યો છે. - બૌદ્ધ મતાનુસાર પર્યાય અથવા ગુણ સત છે; વેદાન્તાનુસાર પર્યાયવિયુક્ત . દ્રવ્ય સત્ છે ! આ બંને મતનો પ્રતિવાદ ઉમાસ્વાતિએ દ્રવ્ય અને ગુણનાં લક્ષણમાં કર્યો છે.
આગમોમાં પર્યાય' માટે “પરિણામ “નો પ્રયોગ છે. સાંખ્ય અને યોગદર્શનમાં પણ એ જ અર્થ છે. પરિણામોના તેમણે આદિમાનું અને અનાદિ એવા બે ભેદ પાડ્યા છે. પ્રત્યેક દ્રવ્યમાં બે પ્રકારનાં પરિણામ થાય છે; જેમ જીવમાં જીવ, દ્રવ્યત્વ વગેરે અનાદિ પરિણામ છે અને યોગ અને ઉપયોગ અનાદિમાન પરિણામ છે. ગુણ અને પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોતું નથી. પણ પ્રજ્ઞાથી એની કલ્પના થઈ શકે છે. વૈશેષિક પરિભાષામાં કહેવું હોય તો, દ્રવ્ય અને ગુણ-પર્યાય અયુતસિદ્ધ છે.
જૈન આગમોમાં દ્રવ્યવર્ણન કરતાં કાલદ્રવ્યને અલગ બતાવ્યું છે અને જીવાજીવાત્મક કહ્યું છે. પણ આગમકાળમાં જ કાલને સ્વતંત્ર દ્રવ્ય માનનાર અને નહિ માનનારની બે પરંપરાઓ હતી. ઉમાસ્વાતિએ ત્નિશ રૂ (૫-૩૮) એ સૂત્ર દ્વારા સૂચવ્યું છે કે કાલને સ્વતંત્ર દ્રવ્ય માનવાના પક્ષમાં પોતે નથી. કાલને પૃથક દ્રવ્ય નહિ માનનારો પક્ષ પ્રાચીનતર છે, કેમકે લોક એટલે શું? એ પ્રશ્નનો ઉત્તર શ્વેતાંબર અને દિગંબર એ બંને મતમાં એક જ છે અને તે એ કે લોક પંચાસ્તિકાયમય છે. (આમાં એક માત્ર અપવાદ ઉત્તરાધ્યયન સૂત્ર' (૨૮-૭) નો છે. એ નિરૂપણ સાથે સંગતિ સાધવા માટે લોકને છ દ્રવ્યમય કહ્યો છે, પણ અન્યત્ર લોકને પંચાસ્તિકાયમય ગણ્યો છે. દિગંબર આચાર્ય કુંદકુંદ પકાયવાદી હોવા છતાં તેમણે લોકને પંચાસ્તિકાય કહ્યો છે, તેથી પરંપરાની પ્રાચીનતા સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org