Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 60
________________ ૨. અનુયોગ હવે પાછા અનુયોગની મૂળ ચર્ચા ઉપર આવીએ. “ચરકસંહિતા'માં ' હેતુવિષયક પ્રશ્નને અનુયોગ કહ્યો છે; ભદ્રબાહુએ હેતુના ઉપન્યાસ અને હત્પન્યાસ કહ્યો છે. કોઈ પણ પ્રશ્નના ઉત્તરમાં હેતુ બતાવવો એ હોરપન્યાસ છે. કોઈ પૂછે કે “આત્માચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય કેમ નથી ?” તો ઉત્તર * આપી શકાય કે “આત્મા અતીન્દ્રિય છે” (“દશવૈકાલિકસૂત્ર” નિયુક્તિ ગાથા ૮૫). હત્પન્યાસ અને અનુયોગમાં આ ભેદ છે – अनुयोगो नाम स तद्विद्यानां तद्विधरेव सार्धं तन्त्रे तन्त्रैकदेशे वा प्रश्नः प्रश्नैकदेशो वा ज्ञानविज्ञानवचनप्रतिवचनपरीक्षार्थमादिश्यते । यथा-नित्यः पुरुषः રૂતિ પ્રતિજ્ઞા યત્ પર: “ો તુરિત્યાદિ રોડનુયો: ! “ચરકસંહિતા', વિમાન સ્થાન, ૧૦૫૨) જૈન પ્રમાણશાસ્ત્ર અને વાદશાસ્ત્ર જૈન પ્રમાણશાસ્ત્ર અને વાદશાસ્ત્રની પરંપરા એના કોઈ અવ્યવસ્થિત અને પ્રાચીન રૂપનું સૂચન કરે છે. વાદશાસ્ત્ર સુવ્યવસ્થિત થયું ત્યારથી પારિભાષિક શબ્દોનો નિશ્ચિત અર્થમાં પ્રયોગ વૈદિક અને બૌદ્ધ વિદ્વાનોએ કર્યો છે. એ પારિભાષિક શબ્દોનો પ્રયોગ જૈન આગમોમાં નથી. આથી સ્પષ્ટ થાય છે કે આગમશાસ્ત્રની વાદવિદ્યા કોઈ પ્રાચીન લુપ્ત પરંપરાને અનુસરે છે. આગમનું અંતિમ સંસ્કરણ અને એને લિપિબદ્ધ કરવાનું કામ ઈસવીસનની પાંચમી સદીમાં સૌરાષ્ટ્રમાં વલભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં મળેલી પરિષદમાં થયું, તો પણ દેવર્ધિગણિએ કોઈ નવી પરિપાટીનો સ્વીકાર નહિ કરતાં જૂની પરંપરાનું તેમના સંસ્કરણમાં અનુસરણ કર્યું છે અને પ્રાચીનશાસ્ત્રના નવસંસ્કરણમાં એ જ અપેક્ષિત હોય. અગાઉ કહ્યું તેમ, આગમ સાહિત્યને ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગોમાં વિભક્ત કરવાનું મહત્વનું શાસ્ત્રકર્મ પહેલી સદીમાં થયેલા આર્ય રક્ષિતસૂરિએ કર્યું હતું. આ અનુશ્રુતિને કદાચ કોઈ પ્રમાણોપેન ન ગણે તો પણ પાંચમી સદીમાં દેવર્ધિગણિના ઠીક ઠીક સમય પહેલાં શાસ્ત્રો ચાર અનુયોગોમાં વિભક્ત થયાં હતાં, એ નિશ્ચિત છે. વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર'એ જૈન દર્શન વિષયક સાહિત્યમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. ઉમાસ્વાતિ ઈ.સ.ની ત્રીજી ચોથી સદી આસપાસ થઈ ગયા. તત્ત્વાર્થસૂત્ર'માં જૈન દર્શનનું જે નિરૂપણ છે એની તુલનાએ આચાર્ય કુન્દકુન્દની કૃતિઓમાંનું નિરૂપણ સુવિકસિત હોઈ તેઓ ઉમાસ્વાતિની પછી થયા હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108