Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 61
________________ ૫૪ યોગ, અનુયોગ, મંત્રયોગ સૂત્રશૈલીનો પ્રથમ ગ્રન્થ “તત્વાર્થસૂત્ર' ભારતીય સાહિત્યમાં સૂત્રરચનાનો યુગ સમાપ્ત થયો હતો અને ભાષ્યોનો આરંભ થયો હતો. પણ જૈન પરંપરામાં સૂત્રશૈલીનો એકેય ગ્રન્થ રચાયો નહોતો, કેમકે જૈન શ્રમણો, આચાર્યો અને દાર્શનિકોનું ધ્યાન પ્રાકૃત માધ્યમનું પક્ષપાતી હતું, એટલું જ નહિ, તેઓ સંસ્કૃત ભાષા પરત્વે વિરક્ત હતા. સિદ્ધસેન દિવાકરે સમગ્ર જૈન આગમના સંસ્કૃત અનુવાદની પ્રાયોજના કરી હતી; તેમને સંઘે એક વર્ષ એકાન્તવાસની સજા ફરમાવી હતી. ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર' એ જૈન સાહિત્યમાં સૂત્રશૈલીનો પ્રથમ ગ્રન્થ છે; બાદરાયણ વ્યાસે “બ્રહ્મસૂત્ર'ની રચના કરી વેદાન્તદર્શનનું શાસ્ત્રીય નિરૂપણ કર્યું તેમ ઉમાસ્વાતિએ આગમોનો સારગ્રહણ કરી જૈન દર્શનને સંસ્કૃત ભાષામાં વ્યવસ્થિત કર્યું. તત્ત્વાર્થસૂત્ર'ની જ્ઞાનમીમાંસા તત્ત્વાર્થસૂત્ર અને તે ઉપરનું સ્વોપજ્ઞ ભાષ્ય એ ભારતીય ભાષ્યયુગની રચના હોઈ એમાં સમસ્ત જૈન દર્શનનું સમન્વિત આલેખન છે. દાર્શનિક સૂત્રોનું લક્ષણ છે કે એના પ્રારંભમાં જ સત્, સત્ત્વ, અર્થ, પદાર્થ, તત્ત્વ જેવા શબ્દોનો અર્થ નિશ્ચિત કરવામાં આવે છે. “વૈશેષિક સૂત્રોમાં દ્રવ્યાદિ છ પદાર્થ છે. ન્યાયસૂત્રમાં પ્રમાણાદિ સોળ તત્ત્વોને ભાષ્યકારે “સ”શબ્દ વડે સમજાવ્યાં છે. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષ એ બે જ તત્વ છે. વાચક ઉમાસ્વાતિ એ ‘તત્ત્વાર્થસૂત્ર'ના આરંભમાં સ્પષ્ટ કહ્યું છે કે જૈન દર્શનમાં તત્ત્વ, અર્થ, તત્ત્વાર્થ અને પદાર્થએ શબ્દો પરસ્પર પર્યાય છે. આગમોમાં પદાર્થની સંખ્યા નવ છે, પણ ઉમાસ્વાતિએ પુણ્ય અને પાપનો સમાવેશ બંધ તત્ત્વમાં કરીને સાત તત્ત્વ સ્વીકાર્યા છે. - ઉમાસ્વાતિએ સતના ચાર ભેદ પાડ્યા છે- દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક. આ ભેદોનું વિવરણ ઉમાસ્વાતિએ કર્યું નથી, પણ ટીકાકારે કહ્યું છે કે પહેલા બે ભેદ દ્રવ્યનયાશ્રિત છે અને બીજા બે પર્યાયનયાશ્રિત છે. દ્રવ્યાતિક વડે પરમસંગ્રહ-વિષયભૂત સહુ દ્રવ્ય અને માતૃકાપદાસ્તિક વડે સહુ દ્રવ્યના વ્યવહારનયાશ્રિત ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય અને એના ભેદો અભિપ્રેત છે, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતું વસ્તુનું નવીન રૂપ ઉત્પન્નાસ્તિક છે અને પ્રત્યેક ક્ષણે થતો વિનાશ પર્યાયાસ્તિક છે. જૈન આગમોમાં “સત” માટે ‘દ્રવ્ય' શબ્દ વપરાય છે, પણ દ્રવ્યના અર્થ અનેક છે. એથી દ્રવ્યનો સ્પષ્ટ અર્થ સમજવો જરૂરી છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108