________________
૨. અનુયોગ
પ૭
પ્રત્યક્ષ પ્રમાણ કહ્યું છે, એને ઉમાસ્વાતિએ અમાન્ય ગયું છે. “નંદિસૂત્રમાં ઇન્દ્રિયજ મતિને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે, એને પણ તેમણે સ્વીકાર્યું નહિ અને પ્રત્યક્ષ-પરોક્ષની પ્રાચીન આગામિક પરંપરા સ્વીકારી અને ઉમેર્યું કે મતિ અને શ્રુત જ્ઞાન અપ્રત્યક્ષ પ્રમાણ છે, જ્યારે અવધિ, મન:પર્યવ અને કેવલ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
પણ આશ્ચર્યની વાત છે કે પછીના જૈન દાર્શનિકો ઉમાસ્વાતિને અનુસર્યા નથી, પણ તેમણે લોકોનુસરણ કરીને ઇન્દ્રિય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગયું છે.
“તત્ત્વાર્થસૂત્ર'ના કથન અનુસાર સમ્યક જ્ઞાન એ પ્રમાણનું લક્ષણ છે. પ્રશસ્ત, અવ્યભિચારી અને સંગત હોય તે સમ્યક જ્ઞાન. વળી ઉમાસ્વાતિએ જ્ઞાનોના સહભાવનો પણ વિચાર કર્યો છે. કેવલ જ્ઞાન થાય ત્યારે બીજાં ચાર જ્ઞાનનું અસ્તિત્વ હોય કે નહિ ? એ વિષે આચાર્યોમાં મતભેદ છે. કેટલાક એમ કહે છે કે કેવલ જ્ઞાન થાય ત્યારે મતિ વગેરે જ્ઞાનોનો અભાવ નથી હોતો, પણ અભિભવ હોય છે; એટલે જેમ સૂર્યનો ઉદય થતાં ચન્દ્ર અને નક્ષત્ર વગેરેનો અભિભવ થાય છે તેમ. ઉમાસ્વાતિ એ મતનો સ્વીકાર કરતા નથી અને કહે छक्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षेयादेव केवलम् । तस्मान्न
વનિનઃ શેષ જ્ઞાના િમત્તા (“તત્ત્વાર્થસૂત્ર', ભાષ્ય, ૧-૩૧) અર્થાત લયોપશમને પરિણામે પહેલાં ચાર જ્ઞાન થાય છે, ક્ષયથી માત્ર કેવલ જ્ઞાન રહે છે; એથી કેવલને બીજાં જ્ઞાન થતાં નથી, આ અભિપ્રાય જૈન દર્શનમાં સર્વત્ર માન્ય છે.
વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે નામ આદિ નિક્ષેપોમાં ન્યસ્ત જીવ આદિ તત્ત્વોનો અધિગમ પ્રમાણ અને નયથી મેળવવો જોઈએ. અનુયોગનાં મૂલ દ્વાર ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર છે. પણ એમાંથી દાર્શનિક યુગમાં પ્રમાણ. નય અને નિક્ષેપનું વિવરણ જ મળે છે. “અનુયોગ દ્વાર'ના મત પ્રમાણે, ભાવપ્રમાણ ત્રણ પ્રકારનાં છે-ગુણપ્રમાણ (પ્રત્યક્ષ વગેરે), નયપ્રમાણ અને સંખ્યાપ્રમાણ. આમ જોઈએ તો, નય અને પ્રમાણની પ્રકૃતિ એક જ છે. પણ પ્રમાણ અખંડ વસ્તુના જ્ઞાનનું સાધન છે, જ્યારે નય વસ્તુના અંશનું જ્ઞાન કરાવે છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિએ પાંચ મૂલ નય માન્યા છે-નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અને શબ્દ. પણ આગમમાં “અનુયોગદ્વાર' અને “સ્થાનાંગમાં સાત મૂલનયોનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org