Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 66
________________ ૨. અનુયોગ સન્મતિતર્કના ટીકાકાર મલવાદીએ નિયચક્ર' નામે એક અદ્ભુત ગ્રન્થની રચના પાંચમી-છઠ્ઠી સદીમાં વલભીમાં કરી છે. મલવાદીએ સર્વવાદોના એક ચક્રની કલ્પના કરી છે, જેમાં પૂર્વ-પૂર્વવાદનું ઉત્તર-ઉત્તરવાદ દ્વારા ખંડન છે. પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરવાદ પ્રબલ જણાય છે, પણ ચક્રગત હોવાથી પ્રત્યેક વાદ પૂર્વમાં અવશ્ય આવે છે ! આથી પ્રત્યેક વાદની પ્રબળતા અથવા નિર્બલતા સાપેક્ષ છે. આવી રીતે પ્રત્યેક દાર્શનિક પોતાના ગુણ-દોષનું યથાર્થ પ્રતિબિંબ જોઈ શકે. સિહગણિએ સાતમી સદીના પૂર્વાર્ધમાં મલવાદીકત “નયચક્ર' ઉપર ૧૮૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચીને તત્કાલીન સર્વવાદોની વિસ્તૃત સમાલોચના કરી છે. “નયચક્ર'પ્રકાશન ગાયકવાડુઝ ઓરિએન્ટલ સિરીઝમાં થયું છે. (સંપાદકો-મુનિશ્રી ચતુરવિજયજી અને લાલચંદ ભગવાનદાસ ગાંધી, વડોદરા, ૧૯૫૨) અને ત્યારપછી તિબેટન દર્શન ગ્રન્થોની તુલના સહ એનું વિશિષ્ટ સંપાદન મુનિશ્રી જંબુવિજયજી એ કર્યું છે (પ્રકાશક–જૈન આત્માનંદ સભા, ભાવનગર). મહાન બૌદ્ધ પ્રમાણશાસ્ત્રી દિનાગે ન્યાય, સાંખ્ય અને મીમાંસાદર્શનનું ખંડન કરીને તથા વસુબંધુના પ્રમાણ વિષયક સિદ્ધાન્તોનું સંશોધન કરીને સ્વતંત્ર બૌદ્ધ પ્રમાણશાસ્ત્રની વ્યવસ્થા કરી. બૌદ્ધ ધર્મ જ્યારે ભારતમાંથી લુપ્ત થઈ ગયો હતો ત્યારે, સોલંકીયુગીન ગુજરાતમાં બૌદ્ધિક વ્યાયામ તરીકે બૌદ્ધ ન્યાયના દુર્ગમ પ્રમેયોનો અભ્યાસ થતો હતો (કયા દુષ્પરિચ્છેદ વદ્ધતસમુદ્ધવાઃ | પ્રભાચન્દ્રસૂરિકૃતિ પ્રભાવકચરિત્ર', ઈ.સ. ૧૨૭૮). દિનાગના વિરોધમાં નૈયાયિક ઉદ્યોતકર અને મીમાંસક કુમારિલ ભટ્ટે આ નવા પ્રકાશના સન્દર્ભમાં પોતાના દર્શનનું પરિમાર્જન કર્યું. એ સર્વને મહાન વાદી ધર્મકીર્તિએ પરાસ્ત કર્યા. પછીના સમયનો કોઈ દાર્શનિક ગ્રન્થ એવો નથી, જેમાં ધર્મકીર્તિનો ઉલ્લેખ ન હોય. આ સંઘર્ષમાં જૈનોને પણ પોતાનું પ્રમાણશાસ્ત્ર પરિમાર્જિત કરવાની તક મળી. સિદ્ધસેન દિવાકરે “ન્યાયાવતાર' નામે એક નાનકડી રચના કરી છે. પાત્રસ્વામીએ દિનાગના હેતુલક્ષણના ખંડનમાં ત્રિલક્ષણખંડન' નામે ગ્રન્થ લખ્યો છે. પણ પૂર્વપરંપરાને આધારે જૈન દર્શનને પ્રતિષ્ઠિત કરનાર એ પછીના સમયમાં મહાન આચાર્ય અકલંક છે. અકલંકે ધર્મકીર્તિ, એમના શિષ્ય ધર્મોત્તર તથા પ્રજ્ઞાકરનું ખંડન કરીને પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણોની જૈન દષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108