Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 68
________________ ૨. અનુયોગ યશોવિજયજી કાશીવાસ કરીને સર્વશાસ્ત્ર વિશારદ થયા અને તેમણે અનેકાન્ત વિષે નવ્ય ન્યાયની શૈલીએ અનેક ગ્રન્થો રચ્યા. એમણે “અનેકાન્તવ્યવસ્થાની રચના કરી અને “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' અને “અસ્સહસ્રી એ પ્રાચીન ગ્રંથો ઉપર નવ્યા ન્યાયની શૈલીએ અદ્દભુત ટીકાઓ રચી. જૈન “તર્કભાષા” અને “જ્ઞાનબિન્દુ', લખીને તેમણે જૈન પ્રમાણશાસ્ત્રનું પરિમાર્જન કર્યું. નયવાદની સમજૂતી આપતા નયપ્રદીપ', “નયરહસ્ય' અને “નયોપદેશ' વગેરે ગ્રન્થ તેમણે લખ્યા; નન્યાયની રીતિએ લખાયેલી “સપ્તભંગિતરંગિણી' સવિશેષ નોંધપાત્ર છે. આ કઠિન ગ્રન્થોનો સાર ‘દ્રવ્યગુણપર્યાયનો રાસમાં તથા સંક્ષિપ્ત સ્તવન-સઝાયોમાં લોકભાષામાં તેમણે ઉતાર્યો છે. અનુયોગદ્વાર’નો શબ્દાર્થવિમર્શ નંદિસૂત્ર’ અને ‘અનુયોગકાર સૂત્ર'નો ઉલ્લેખ જૈન આગમ સાહિત્યની ચર્ચા કરતાં સાથોસાથ થાય છે. “નંદિસૂત્ર” વિષે કેટલોક વિચાર આપણે કરી ગયા. હવે, “અનુયોગદ્વારસૂત્ર'નું ટૂંકું અવલોકન કરીએ. “અનુયોગદ્વારસૂત્ર એક પ્રકારનો સર્વસંગ્રહ છે. એની રચના પ્રશ્નોત્તર રૂપે થયેલી છે અને વિવિધ ધાર્મિક વિષયો ઉપરાંત કાવ્યરસ, સંગીત, ભાષા અને વિવિધ અનુયોગોનું એમાં નિરૂપણ છે. ભાષા-વિષયક નિરૂપણમાં નામની ચર્ચા કર્તાએ જે રીતે કરી છે એમાં શબ્દાર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભાષાવિમર્શની ઊંડી સમજ જણાય છે. એ વિષયમાં “અનુયોગદ્વાર'ના કર્તાએ કરેલાં નિરીક્ષણ અને આપેલાં ઉદાહરણ આજે પણ એ વિષયના અભ્યાસીઓનું ધ્યાન આકર્ષે તેમ છે; એનો સાર અહીં જોઈએ. - “અનુયોગદ્વાર’ના ૧૩૦માં સૂત્રમાં કર્તા કહે છે કે નામ દશ પ્રકારનાં છેગૌણ, નાગૌણ, આદાનપદથી, પ્રતિપક્ષપદથી, પ્રધાનપદથી, અનાદિ સિદ્ધાન્તથી, નામથી, અવયવથી, સંયોગથી અને પ્રમાણથી. આ સર્વ પ્રકારનાં નામનાં ઉદાહરણ મૂલ સૂત્રમાં આપ્યાં છે અને એનું વિશદ વિવરણ તે ઉપરની મલધારી હેમચન્દ્રની વૃત્તિમાં (ઈસવી સનનો બારમો સૈકો) આપવામાં આવ્યું છે. (માલધારી હેમચન્દ્ર કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રના સમકાલીન, પણ તેમનાથી ભિન્ન; એમનું સ્થાન ગુજરાતના ધાર્મિક જીવનમાં એવું હતું કે રાજા સિદ્ધરાજ જયસિંહ એમના સત્સંગ માટે અવારનવાર તેમના ઉપાશ્રયે આવતો.). ગૌણ અર્થાત ગુણનિષ્પન્ન નામના ઉદાહરણ તરીકે-ક્ષમા કરે તે ક્ષમણ, તપે તે તપન, જ્વલે તે જ્વલન આદિ આપ્યાં છે; સારાંશ છે કે ગૌણ નામો વ્યુત્પત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108