Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 59
________________ પર યોગ, અનુયોગ, મંત્રયોગ इति हरिपितृहिण्डेर्भद्रबाहुप्रणीते विरचितमिह लोकश्रोत्रपेयैकपेयम् । चरितममलमेतन्नर्मदासुन्दरीयं भवतु शिवनिवासप्रापकं भक्तिभाजाम् ॥ હવે, ભદ્રબાહુસ્વામીએ “વસુદેવ-ચરિત' રચ્યું હોવાની પ્રાચીન શ્રુતપરંપરા આ સિવાય બીજે ક્યાંય મળતી નથી. સંઘદાસગણિ ક્ષમાશ્રમણે પ્રથમાનુયોગમાંના વસુદેવચરિત' નો ઉલ્લેખ કર્યો છે, પણ ભદ્રબાહુસ્વામીની એ વિષેની કોઈ કૃતિ હોવા વિષે મૌન સેવ્યું છે. સવાલાખ શ્લોક પ્રમાણના વિરાટ ગ્રન્થની પછીના સાહિત્યમાં કોઈ અસર નથી. એટલે આ ઉલ્લેખો કેટલે અંશે પ્રમાણભૂત ગણવા એ પ્રશ્ન રહે છે. - આ સાથે બીજી એક વસ્તુ ધ્યાન ખેંચે છે. ઉપર્યુક્ત “નર્મદાસુન્દરીકથા” “વસુદેવ-હિંડીમાંથી લેવાઈ હોવાનો નિર્દેશ એ કથાના અંતિમ શ્લોકમાં છે, એ આપણે ઉપર જોયું. દેવચન્દ્રસૂરિએ “મૂલશુદ્ધિ પ્રકરણ ઉપરની પોતાની ટીકામાં આપેલી સંખ્યાબંધ કથાઓમાં પ્રાકૃત “નર્મદાસુન્દરી કથા” પણ છે. એમાં એ કથા “વસુદેવ-હિંડી'માં ઉદ્ધત કરી હોવાનું તેમણે જણાવ્યું છે– इय पवरसईए णम्मयासुन्दरीए चरियमइपसत्थं कारयं निव्वुईए । हरिजणयसुहिंडीमज्झयाराउ किंचि लिहियमणुगुणाणं देउ सोक्खं जणाणं ॥ છંદ તેમજ શબ્દરચના એ બંને બાબતમાં આ પદ્યનું સંસ્કૃત “નર્મદાસુન્દરી કથા”ના અંતિમ શ્લોક સાથેનું સામ્ય આપણને એમ અનુમાન કરવાને પ્રેરે છે કે મૂલશુદ્ધિ ટીકા-અંતર્ગત કથાના અંતિમ પદ્યમાં “વસુદેવ-હિંડી'ના કર્તા ભદ્રબાહુ સ્વામીનો ઉલ્લેખ નથી, તે સંસ્કૃત કથામાં છે. પણ દેવચન્દ્રસૂરિએ પોતાની બીજી કૃતિ “શાન્તિનાથચરિત્ર'માં “વસુદેવ-હિંડીના કર્તા ભદ્રબાહુસ્વામી હોવાનું જણાવ્યું છે. તેથી તેમની જ “મૂલશુદ્ધિ ટીકામાંની કથાનું સંસ્કૃત રૂપાન્તર કરનારે એ ઉલ્લેખનો પોતાની રચનાને અંતે વિનિયોગ કર્યો હોય એમ બને. ગમે તેમ, પણ ‘વસુદેવ-હિંડી' પ્રથમ ખંડનો જે ભાગ પ્રાપ્ત થયો છે અને છપાયો છે તેમાં “નર્મદાસુન્દરી કથા” નથી. મધ્યમ ખંડના જે બે લંભકો-૧૯ અને ૨૦-નષ્ટ થઈ ગયા છે એમાં એ કથા કદાચ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108