Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 58
________________ ૫૧ ૨. અનુયોગ (१) धम्मत्थकामकुसुमियमायाऽऽसाफलभरियणमितसारं (? हं) सिंगारवत्थुललितकिसलयाऊलं सुतणसोभावमुइयमधुकरं विविहगुणविहतसेवियं वसुदेवचरितं लताविताणं । (२) निसुव्वति य आयरितपरंपरागतं अवितहं दिट्ठिवादणीसंदं अरहंत-चक्कि-बल-वासुदेव-गणिताणुओगकमनिद्दिटुं वसुदेवचरितं ति। અહીં “વસુદેવચરિતને ગણિતાનુયોગ કહ્યો છે, એ નોંધપાત્ર છે. સં. ૧૧૬૦ (ઇ.સ.૧૧૦૪)માં સિદ્ધરાજ જયસિંહના રાજયકાળમાં ખંભાતમાં પ્રાકૃત “શાન્તિનાથ-ચરિત' રચનાર (હેમચન્દ્રના ગુરુ) આચાર્ય દેવચન્દ્રસૂરિએ પોતાના એ મહાકાવ્યના પ્રારંભમાં તથા મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત' નામની ટીકા લખનાર, વસ્તુપાલના સમકાલીન આચાર્ય માણિક્યચંદ્ર પોતાના સંસ્કૃત “શાન્તિનાથ-ચરિત્ર'ના પ્રારંભમાં ભદ્રબાહુસ્વામીપ્રણીત સવાલાખ શ્લોકપ્રમાણ વસુદેવચરિત'નો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે वंदामि भद्दबाहुं अइरसियबहुकहाकलियं । . यं सवायलक्खं चरियं वसुदेवरायस्स । દેવચન્દ્ર સૂરિકૃતિ “શાન્તિનાથચરિત' (પાટણ ભંડાર સૂચિ, ગા.ઓ.સિરીઝ, ભાગ ૧, પૃ. ૩૩૫) रसोर्मिरम्यं बहुसत्कथं यः सपादलक्षं वसुदेववृत्तम् । चकारसंसारविकारभेदि सभद्रबाहुर्भवतु श्रियेव : ॥ માણિક્યચન્દ્રસૂરિકૃત ‘શાન્તિનાથચરિત્ર', (પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ-૨૦૪) અમદાવાદની હંસવિજયજી જૈન લાયબ્રેરીએ પ્રગટ કરેલી ૨૪૬ શ્લોકની સંક્ષિપ્ત “નર્મદાસુન્દરીકથા'ને અંતે એ કથા ભદ્રબાહુસ્વામીપ્રણીત “વસુદેવહિડી'માંથી લેવાઈ હોવાનો નિર્દેશ છે. કૃતિના પ્રારંભમાં કે અંતે કર્તાનું નામ કે રચનાકાળ આપ્યાં નથી તેમજ પ્રકાશકોએ હસ્તપ્રત વિષે કશી માહિતી આપી નથી, એટલે એ વિષે અનુમાન કરવાનું કોઈ સાધન નથી. પ્રસ્તુત અંતિમ શ્લોક નીચે પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108