Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 55
________________ ૪૮ યોગ, અનુયોગ, મંત્રયોગ આંબેલનો એ જ અર્થ છે. સ્વચ્છ કપડાં પહેરવાનું પણ અનિવાર્ય નથી, પણ કોઈ પારિવારિક-પરિહાર નામનું દેહકષ્ટ આપનાર વ્રત કરનાર-સાધુ વાદી હોય અને કોઈ સભામાં વાદ માટે જાય તો સભાની દૃષ્ટિએ જૈન ધર્મની પ્રભાવના થાય, એવાં વસ્ત્રો તે પહેરે, કેમકે સભાયોગ્ય નેપથ્ય - વસ્ત્ર પહેરે નહિ તો પ્રતિવાદીઓને જુગુપ્સાની એક તક મળે. રુક્ષ ભોજન કરવાથી બુદ્ધિની તીવ્રતા ઘટે નહિ. એ માટે પ્રણીત અથવા સ્નિગ્ધ ભોજન કરી તે પોતાની બુદ્ધિને તીવ્ર બનાવે. આ સકારણ પણ આવશ્યક પ્રતિસેવના ગણાય. (पाया व दंता व सिया उ धोया वा-बुद्धिहेतुं ध पणीयभत्तं । तं वातिगं वा मइसत्तहेउं समाजयट्ठा सिचयं व सुक्कं ॥ “બૃહત કલ્પ' ભાષ્ય ૬૦૩૫). પ્રસંગ પતી ગયા પછી સદ્ ગુરુ એને અવિધિપૂર્વક અપવાદસેવન માટે હળવું પ્રાયશ્ચિત્ત આપે. સામાન્ય નિયમ એવો છે કે સાધુ પોતાનો ગણ-ગચ્છ છોડીને અન્યત્ર ન જાય-પરન્તુ જ્ઞાનદર્શનની વૃદ્ધિ માટે ગુરુની અનુજ્ઞા લઈને તે અન્યત્ર જાય. અન્ય ગણ કે ગચ્છમાં સાધુ ક્યારે જઈ શકે, એનું પણ સ્પષ્ટીકરણ છે. “સન્મતિતર્ક આદિદર્શન પ્રભાવક શાસ્ત્રનો સ્વગણમાં કોઈ જ્ઞાતા ન હોય તો જે ગણમાં એવા શાસ્ત્રજ્ઞ હોય ત્યાં જઈને સાધુ ભણે, એટલું જ નહિ, બીજા ગણના આચાર્યને પોતાના ગુરુ અથવા આચાર્યનું સ્થાન વિદ્યાપ્રાપ્તિ માટે આપે તો એ યોગ્ય છે. પણ આમ કરતાં પહેલાં પોતાના ગુરુ અથવા ઉપાધ્યાયની આજ્ઞા લેવી જોઈએ. “બૃહત્ કલ્પ ભાષ્ય” (ગાથા ૫૪૭૩)માં આ વિષે કહ્યું છે— विज्जामंतनिमित्ते हेऊसत्तट्ट दंसणट्ठाएं । અર્થાત્ દર્શન પ્રભાવનાની દૃષ્ટિએ વિદ્યા-મંત્ર-નિમિત્તે હેતુશાસ્ત્ર પ્રમાણશાસ્ત્રની જાણકારી માટે કારણ કે પ્રમાણશાસ્ત્ર-તર્કવિદ્યા વાદવિવાદમાં અનિવાર્ય છે) સાધુ બીજા આચાર્ય પાસે જઈ શકે. જ્યારે કોઈ શિષ્યને લાગે કે તર્કશાસ્ત્રમાં ગતિ ન હોવાને કારણે અન્ય મતાનુયાયી પોતાના તર્ક-અનભિજ્ઞ ગુરુને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગુરુની આજ્ઞા લઈને તર્કવિદ્યામાં નિપુણતા મેળવવા માટે જો અન્ય ગણમાં જાય છે અને ગુરુ પોતે એને ત્યાં મોકલે છે (બૃહત્ કલ્પ ભાષ્ય; ગાથા ૫૪૨૬૨૭). છેવટે એ પરિવ્રાજક તર્કનિપુણ થઈ પ્રતિવાદીઓને હરાવે છે અને એ રીતે દર્શનપ્રભાવના કરે છે. કોઈ આચાર્ય આ રીતે બીજા ગણમાં જવાની રજા ન આપે તો સાધુ પોતાની મેળે ત્યાં જાય અને તર્ક કુશળતા પ્રાપ્ત કરે. સામાન્ય રીતે બીજા ગણના આચાર્ય પેલા સાધુનો, એના ગુરુની રજા વિના સ્વીકાર કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108