Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 53
________________ ४६ યોગ, અનુયોગ, મંત્રયોગ શાસ્ત્રરચના શ્રોતાના નિઃશ્રેયસ અને અભ્યદય માટે છે. પરન્તુ શાસ્ત્રનું મહત્ત્વ શબ્દો ઉપર નહિ, પણ શ્રોતાની યોગ્યતા ઉપર છે. આથી જ, શાસ્ત્રવચનના પરસ્પર વિરોધી અર્થો કાઢીને દાર્શનિકો એક પ્રકારની માયાજાળ ઊભી કરે છે. આ દૃષ્ટિએ વેદાદિ સર્વ શાસ્ત્રો જૈન દષ્ટિને માન્ય છે. જો જીવની શ્રદ્ધા સમ્યક્ હોય તો કોઈ પણ શાસ્ત્ર અને મોક્ષગામી બનાવશે આ દૃષ્ટિબિન્દુમાં સાંપ્રદાયિક નહિ, પણ સત્યનો આગ્રહ છે. જુઓ- મારë રામાયur ત્રારિય ... વેયા સોવં–ાથાકું મિચ્છાવિડ્રિસ છિન્નપરિણિયારું પિછાડ્યું ! હું ચેવ સમ્મતિદિસ સત્તપરહિયારું સમજુ ા “નંદિસૂત્ર', પત્ર ૪૧ પાર્શ્વપત્યો અને મહાવીરના અનુયાયીઓ વચ્ચે વાદ ત્રિપિટકમાં વર્ણન આવે છે કે શ્રમણો અને બ્રાહ્મણો પોતપોતાના પક્ષના સમર્થન માટે વાદ કરતા અને તાર્કિક યુક્તિઓના પ્રભાવથી પ્રતિવાદીઓને પરાજિત કરતા હતા. આગમોમાં પ્રતિવાદીઓ સાથે શ્રમણો, બ્રાહ્મણો અને ખુદ ભગવાન મહાવીરના વાદ-વિવાદોનાં વર્ણન છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ અગાઉ નિર્વાણ પામ્યા હતા. પાર્શ્વનાથનો ચાતુર્યામ સંવર હતો, જ્યારે મહાવીરે પંચ મહાવ્રતનો આગ્રહ રાખ્યો હતો-અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાર્શ્વનાથના ચાતુર્યામ સંવરમાં અપરિગ્રહમાં (સંસ્કૃત અને પ્રાકૃતમાં “પરિગ્રહનો એક અર્થ “પત્ની” થાય છે) બ્રહ્મચર્યનો સમાવેશ થતો હતો. પણ એનો સંકુચિત અર્થ કરીને એ વ્રતનો ગેરલાભ લેવાતો હતો. પાર્શ્વનાથના અને મહાવીરના અનુયાયીઓ સમકાલે વિહરતા હતા અને તેમની વચ્ચે વાદવિવાદો થતા હતા, અને છેવટે પાર્વાપત્યો મહાવીરના સંઘમાં ભળી ગયા. પાર્વાપત્ય કેશી અને મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી વચ્ચેના વાદનો ઉલ્લેખ આગમોમાં વારંવાર આવે છે. (‘ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૩, “ભગવતી સૂત્ર” અથવા “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, ૧-૯, ૨-૫; ૫-૬, ૬-૩૨; સૂત્રકૃતાંગ સૂત્રમાં ગૌતમસ્વામી અને પાર્વાપત્ય પેઢાલપુત્તનો વાદ પ્રસિદ્ધ છે.) અપભ્રંશ અને જૂના ગુજરાતી સાહિત્યમાં “કેશી-ગૌતમસંધિનામે આ વિષયની અનેક પદ્યાત્મક રચનાઓ – પ્રગટ અને અપ્રગટ મળે છે. આજીવક સંપ્રદાયના આચાર્ય ગોસાલક (જે પહેલાં મહાવીરનો શિષ્ય અને પછી તેમનો વિરોધીનિહનવ–થયો હતો) સાથેના વાદવિવાદ પણ છે. ગુરુશિષ્ય વચ્ચે થતો વાદ વિતરાગ કથા કહેવાય છે, કેમકે એમાં જય-પરાજયને અવકાશ નથી. વીતરાગ કથા માટે “ભગવતી સૂત્ર” મહત્ત્વનું છે; એમાં પ્રધાન ગણધર ગૌતમ સ્વામી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108