________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણોપેત ન ગણીએ, તો પણ ઈસ્વીસનની પાંચમી સદીમાં સૌરાષ્ટ્રના વલભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં જૈન આગમો લિપિબદ્ધ થયાં, એ કરતાં એ નિશ્ચિતપણે પ્રાચીનતર છે.
આગમના ભેદ – લૌકિક અને લોકોત્તર અનુયોગદ્વાર આગમના બે ભેદ પાડે છે–લૌકિક અને લોકોત્તર. લૌકિક આગમમાં જૈનેતર શાસ્ત્રો રામાયણ, મહાભારત, વેદાદિ, કાવ્ય નાટકો અને ૭ર કલાઓનો સમાવેશ થાય છે. '
લોકોત્તર આગમોમાં જૈન શાસ્ત્રો છે. લૌકિક આગમો વિષે કહ્યું છે કે મિથ્યાદષ્ટિ અજ્ઞાની જીવોએ પોતાના સ્વચ્છન્ડમતિ વિકલ્પોથી એની રચના કરી છે. (“વસુદેવ-હિંડીમાં આર્યવેદ અને અનાર્યવેદની ચર્ચા છે, તે આ સાથે સરખાવી શકાય.) પણ જૈન લોકોત્તર આગમો વિષે કહેવાયું છે કે સર્વજ્ઞ અને સર્વદર્શી પુરુષોએ એની રચના કરી છે.
આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ આગમના ભેદ બીજી રીતે પણ પાડવામાં આવે છે–આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ. સૂત્ર અને અર્થની અપેક્ષાએ જોઈએ તો, તીર્થકર અર્થનો ઉપદેશ કરે છે અને ગણધર એને આધારે સૂત્રની રચના કરે છે. અર્થરૂપ આગમ સ્વયં તીર્થકર માટે આત્માગમ છે અને સૂત્રરૂપ આગમ ગણધરો માટે અનંતરાગમ છે; પણ ગણધરોના શિષ્યો માટે એ પરંપરાગમ છે; પણ એ પછી થનાર આચાર્યો માટે ય એ પરંપરાગમ છે.
નિર્યુક્તિકારે આગમને સ્વયંસિદ્ધ માનીને આગમોક્ત તથ્યોની સિદ્ધિ માટે હેતુ અને ઉદાહરણની આવશ્યકતા સ્વીકારી છે–
जिर्णवयणं सिद्धं चेव भण्णए कत्थई उदाहरणं । आसज्ज उ सीयारं हेऊ वि कहिंचि भणेज्जा ॥
(“દશવૈકાલિક સૂત્ર', નિર્યુક્તિ, ગાથા ૪૬) પણ એવો સંભવ તો નથી જ કે તીર્થકર અને એમના ગણધર સર્વદા વિદ્યમાન હોય અને શંકા સમાધાન કરે. આથી તીર્થંકર અને ગણધર સિવાય અન્ય આપ્ત પુરુષોને પ્રમાણભૂત માનવાની પરંપરા થઈ અને “આચારાંગ’ આદિ ગણધરપ્રણીત અંગો ઉપરાંત વિરપ્રણીત અન્ય શાસ્ત્રો પણ આગમોમાં ગણાયાં અને અંગબાહ્ય તરીકે પ્રમાણભૂત મનાયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org