Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 50
________________ ૨. અનુયોગ ૪૩ અંગ્રેજી અનુવાદ ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝમાં ત્રણ ગ્રન્થોમાં પ્રગટ થયો છે; વડોદરા, ૧૯૩૩-૩૬). માઠરાચાર્ય પણ કાર્ય ઉપરથી કારણના અનુમાનને પૂર્વવત માને છે, પણ એ ઉદાહરણ જુદું આપે છે.નદીમાં પૂર આવે, તેથી આ પહેલાં થયેલી વૃષ્ટિનું અનુમાન. આ અનુમાનને “અનુયોગદ્વાર સૂત્રમાં “અતીત કાલગ્રહણ” કહ્યું છે અને વાત્સ્યાયને કાર્ય ઉપરથી કારણના અનુમાનને શેષવદ્ ગણીને માઠરના અનુમાનને પણ શેષવદ્ કહ્યું છે. પૂર્વ એટલે કારણ, કોઈએ કારણ સાધન માનીને, કોઈએ કારણને સાધ્ય માનીને અને કોઈએ એ બંનેને સ્વીકારીને પૂર્વવતની વ્યાખ્યા આપી છે; આથી આ મતવૈવિધ્ય થયું છે. પણ પ્રાચીન કાળમાં પૂર્વવતનો અર્થ પ્રત્યભિજ્ઞા થતો હતો, એ “અનુયોગદ્વાર સૂત્ર” અને “ઉપાયહૃદયથી સ્પષ્ટ છે. ન્યાયસૂત્રકારને પૂર્વવત અનુમાનની કેવી વ્યાખ્યા ઈષ્ટ હતી? આનંદશંકર ધ્રુવનું અનુમાન છે કે “ન્યાયસૂત્રકારે “પૂર્વવત” સંજ્ઞા પ્રાચીન મીમાંસકો પાસેથી લીધી છે અને મીમાંસા-પરંપરાને આધારે કહી શકાય કે “પૂર્વનો અર્થ “કારણ” અને “વત’નો અર્થ “કાર્ય છે. આથી “ન્યાયસૂત્ર' અનુસાર, પૂર્વવત્ અનુમાન કારણથી કાર્યનું અને શેષવત્ અનુમાન કાર્યથી કારણનું છે. “વૈશેષિક સૂત્રમાં , કાર્ય હેતુને પ્રથમ અને કારણ હેતુને બીજું સ્થાન આપવામાં આવ્યું છે (૬-૨૧), એથી “પૂર્વવત’ અને ‘શેષવત'ના ઉપર્યુક્ત અર્થનું સમર્થન થાય છે. ચાર અનુયોગો જૈન પરંપરા અનુસાર “અનુયોગદ્વારના કર્તા આર્યરક્ષિતસૂરિ ગણાય છે. આગમસાહિત્યને ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ-એ ચાર અનુયોગોમાં એમણે વિભક્ત કર્યા હતા. (શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણકૃત, “વસુદેવ હિડી” આગમેતર સાહિત્યમાં કથાનુયોગનો પ્રાચીનતમ ગ્રન્થ છે. ગુણાઢ્યકૃત લુપ્ત “બૃહત્કથા'નું એ પાંચમા સૈકામાં, જૈન ધર્મકથા રૂપે થયેલું રૂપાન્તર છે; ૧૧૦૦૦ શ્લોક પ્રમાણના મૂલ પ્રાકૃત ગ્રન્થનું સંપાદન સદ્ગત મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી એ ગુરુશિષ્ય કર્યું છે અને તે જૈિન આત્માનંદ સભા, ભાવનગર તરફથી ૧૯૩૦માં પ્રગટ થયું છે; મેં કરેલું એનું ગુજરાતી ભાષાન્તર એ જ સંસ્થા તરફથી ૧૯૪૬માં બહાર પડ્યું છે.) વાલજી યુગપ્રધાન પટ્ટાવલી અનુસાર, આર્યરક્ષિતસૂરિ ઈસ્વીસનના પહેલા સૈકામાં થઈ ગયા, એ જોતાં, “અનુયોગદ્વારમાંનું નિરૂપણ પણ એટલું જૂનું ગણાય. “અનુયોગદ્વારના કર્તુત્વનું રક્ષિતસૂરિ ઉપર થયેલું આરોપણ કદાચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108