________________
૪૨
યોગ, અનુયોગ, મંત્રયોગ
દ્વાર'ની જેમ દષ્ટસાધર્મવત્ નથી, પણ “માઠરવૃત્તિના ઉલ્લેખ અનુસાર સામાન્યતો દષ્ટ' છે.
અલબત્ત, અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે “અનુયોગદ્વારમાં અનુમાનના સ્વાર્થ અને પરાર્થ એવા બે ભેદ પાડવામાં આવ્યા નથી. આવો ભેદ પાડવાની પરંપરા પશ્ચાત્કાલીન છે. “ન્યાયસૂત્ર” અને વાત્સ્યાયનકૃત ‘ભાષ્ય'માં સ્વાર્થ અને પરાર્થના ભેદ નથી. બૌદ્ધ દર્શનમાં દિન્નાગ પૂર્વે મૈત્રેય, અસંગ અને વસુબધુના ગ્રન્થોમાં પણ આ ભેદ નથી. સૌ પહેલાં દિનાગના “પ્રમાણસમુચ્ચય'માં અને વૈશેષિક સૂત્ર” ઉપર્યુક્ત પ્રશસ્તપાદના ભાગમાં સ્વાર્થ-પરાર્થનો ભેદ છે. અનુદ્વારસૂત્ર' જેવા માન્ય આગમસૂત્રે સ્વીકારેલા આ ભેદો માન્ય રાખ્યા નથી એ આશ્ચર્યની વાત છે. (અકલંકકૃત “ન્યાયવિનિશ્ચય' કારિકા ૩૪૧-૪૨; તત્ત્વાર્થશ્લોક વાર્તિક', પૃ. ૨૦૫; સ્યાદ્વાદરત્નાકર', પૃ.પર૭).
પૂર્વવત્ની સમજૂતી આપતાં “અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે પૂર્વપરિચિત કોઈ લિંગ દ્વારા પૂર્વપરિચિત વસ્તુનું પ્રત્યભિજ્ઞાન કરવું એ પૂર્વવતુ અનુમાન છે. ઉપાયહૃદય'નામે પ્રમાણશાસ્ત્રના બૌદ્ધ ગ્રન્થમાં પણ પૂર્વવતની આવી સમજૂતી આપી છે.
“ઉપાયહદય' પછીના ગ્રન્થોમાં “પૂર્વવત’નાં અન્ય બે પ્રકારનાં ઉદાહરણ મળે છે. એ ઉદાહરણ છોડી દેવાનું કારણ એ છે કે તે વડે સૂચિત જ્ઞાન વસ્તુતઃ પ્રત્યભિજ્ઞાન છે. પ્રત્યભિજ્ઞાન અને અનુમાન વચ્ચે દાર્શનિકોએ ભેદ પાડ્યો ત્યારથી પૂર્વવતનાં ઉદાહરણ બદલવાનું આવશ્યક થયું. આથી સ્પષ્ટ છે કે “અનુયોગદ્વારમાં જે ઉદાહરણ છે તે પ્રાચીન પરંપરાનુસાર છે. - વાદળાં ઘેરાવાથી વૃષ્ટિનું અનુમાન કરવું એ કારણ ઉપરથી કાર્યનું અનુમાન છે. પણ એને પૂર્વવત અનુમાન માનનાર પ્રમાણશાસ્ત્રીઓમાં માઠર, વાત્સ્યાયન અને ગૌડપાદ છે. “અનુયોગદ્વાર સૂત્ર” અનુસાર કારણ ઉપરથી કાર્યનું અનુમાન શેષવત અનુમાનનો એક પ્રકાર છે. પણ પ્રસ્તુત સૂત્રમાં શેષવનો સમાવેશ આશ્રયેળ એ ભેદમાં સમાઈ જાય છે.
વાત્સાયનના મત પ્રમાણે, યત્રશૂર્તિર તત્ર વહ્નિઃ એ ન્યાય (Syllogism) પણ પૂર્વનો છે. “ચરકસંહિતા” (સૂત્રસ્થાન, અધ્યાય ૧૧, શ્લોક ૨૧) અને “મૂલ માધ્યમિક કારિકા'ના ટીકાકાર પિંગલ (?) ને પણ એ માન્ય છે. “મીમાંસાસૂત્ર'ના ભાષ્યકાર શબરસ્વામી (તેઓ શબર અથવા ભીલ હતા) પણ એ જ ઉદાહરણ આપે છે (૧-૧-૫). (“શાબર ભાષ્ય'નો ગંગાનાથ ઝાએ કરેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org