Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 52
________________ ૨. અનુયોગ सुत्तं गणधरकथिदं तहेव पत्तेयबुद्धकथिदं च । सुदकेवलिणा कथिदं अभिण्णदसपुव्वकथिदं च ॥ (‘મૂલાચાર', ૫-૮૦, ‘જયધવલા’માં ઉદ્ધૃત, પૃ. ૧૫૩; ‘ઓનિર્યુક્તિ'ની ટીકામાં પણ ઉદ્ધૃત, પત્ર ૩) ૪૫ શ્રુત કેવલી અને દશપૂર્વી આ ગાથા પ્રમાણે, પ્રત્યેક બુદ્ધ, શ્રુતકેવલી અને દશપૂર્વી દ્વારા ઉપદિષ્ટ સૂત્ર પણ આગમનો ભાગ છે. પ્રત્યેક બુદ્ધ સર્વજ્ઞ હોઈ એમનું વચન સર્વથા પ્રમાણભૂત છે. અંગ બાહ્ય શ્રુતની રચના સ્થવિર કરે છે (‘વિશેષાવશ્યક ભાષ્ય', ૫૫૦; ‘બૃહત્ કલ્પસૂત્ર’, પૃ.૧૧૪; ‘તત્ત્વાર્થ ભાષ્ય’, ૧-૨૦; સર્વાર્થસિદ્ધિ, ૧-૨૦). સ્થવિર બે પ્રકારના—સંપૂર્ણ શ્રુતજ્ઞાની અને નિદાન દશપૂર્વ. સંપૂર્ણ શ્રુતજ્ઞાની એ ચતુર્દશપૂર્વ શ્રુતકેવલી, શ્રુતકેવલી ગણધર-પ્રણીત દ્વાદશાંગીરૂપ સંપૂર્ણ જિનાગમના સૂત્ર અને અર્થ પરત્વે સર્વજ્ઞ હોય. જિનોક્ત વચનોનો સંક્ષેપ કે વિસ્તાર કરી તત્કાલીન સમાજને અનુકૂલ શાસ્રરચના કરવાનું એમનું પ્રયોજન હોય છે; આથી જૈન સંઘે એમના ગ્રન્થોને પૂર્ણ માન્યતા આપીને જિનાગમોમાં સમાવેશ કર્યો છે. આ ગ્રન્થો સ્વતઃ પ્રમાણભૂત નથી, પણ ગણધર પ્રણીત આગમો સાથે એમનો સંવાદ હોઈ તે પ્રમાણભૂત ગણાય છે. જૈન સંઘમાં વીર નિર્વાણ સંવત ૧૭૦ પછી (ઈ.પૂ. ૩૫૬ પછી) કોઈ શ્રુત કેવલી રહ્યા નહિ અને માત્ર દશપૂર્વધર રહ્યા ત્યારે એમની વિશેષ યોગ્યતા ધ્યાનમાં રાખી જૈન સંઘે એમના ગ્રન્થોને પણ આગમમાં સામેલ કર્યા. વળી કેટલાક એવા આદેશો, જેનું સમર્થન કોઈ શાસ્ત્રમાં નથી, પણ સ્થવિરોએ પોતાની પ્રતિભાના બલથી કોઈ વિષયમાં આપેલી સંમતિ છે, એમનો સમાવેશ પણ આગમમાં થયો; કેટલાંક મુક્તકોને પણ એમાં સ્થાન મળ્યું (‘બૃહત્ કલ્પસૂત્ર', પૃ. ૧૪૪). આગમપ્રામાણ્યનો આ વિચાર વકતાની દૃષ્ટિથી થયો, પણ શ્રોતાની દૃષ્ટિથી યે તે થાય. આગમપ્રામાણ્ય શબ્દ તો નિર્જીવ છે અને સર્વ સાંકેતિક અર્થોનો સ્ફોટ તે દ્વારા થાય છે. નિશ્ચય દૃષ્ટિથી જોઈએ તો, શબ્દ—પ્રમાણ, મીમાંસકો માને છે તેમ, સ્વતઃ નહિ, પણ પ્રયોજકના ગુણને પરિણામે સિદ્ધ થાય છે. વળી શ્રોતા અથવા વાચકની અપેક્ષાએ પણ પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય કરવો પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108