Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 54
________________ ૨. અનુયોગ ૪૭ બીજા અનેક શિષ્યો તથા શ્રાવક-શ્રાવિકાઓએ મહાવીરને પ્રશ્નો પૂછ્યા છે અને અનેક હેતુ, ન્યાય અને દષ્ટાન્તો તથા યુક્તિઓ દ્વારા મહાવીરે એમનું સમાધાન કર્યું છે. કૌશાંબીના સમ્રાટ ઉદયનની કોઈ જયંતી શ્રાવિકાનો મહાવીર સાથેનો પ્રશ્નોત્તર રસપ્રદ છે. ' જૈન દર્શનમાં વાદવિદ્યા - આ ઉપરથી જણાશે કે જૈન ધર્મ અને દર્શન વૈરાગ્યપ્રધાન હોવા છતાં જૈન શ્રમણો અને શ્રાવકોમાં વાદવિદ્યા પ્રત્યે મુદલ ઉપેક્ષાભાવ નહોતો. આથી મહાવીરના સમૃદ્ધ શિષ્યોમાં વાદ જ નહિ, સર્વ તીર્થકરોનાં ચરિત્રમાં વાદીઓની ગણના પૃથફ બતાવવાની પરંપરા બંધાઈ હતી (કલ્પસૂત્ર'-બારસા સૂત્ર', સૂત્ર ૧૬૫ અને આગળ) ભગવાન મહાવીરના શિષ્યોમાં વાદીની સંખ્યા ગણાવતાં સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે– समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वादीणं सदेवमणुयासुराते પરિસરે અપરનિયાdi aોસિતા વતિરંપથી દથિ (“સ્થાનાંગ સૂત્ર', ૩૮૨)આ જ વાત “કલ્પસૂત્ર'(સૂત્ર ૪૨)માં કહી છે. “સ્થાનાંગસૂત્રમાં જે નવ પ્રકારના નિપુણ પુરુષોનો ઉલ્લેખ છે, તેમાં વાદવિદ્યા-વિશારદ પણ છે (સૂત્ર ૬૭૯). ધર્મપ્રચારનું મુખ્ય સાધન વાદ છે–જલ્પ કે વિતંડા નહિ. વાદવિદ્યામાં કુશળ સાધુઓ માટે સાધુ આચારના કઠોર નિયમો હળવા બનાવવામાં આવતા હતા. (સિદ્ધરાજ જયસિંહના દરબારમાં શ્વેતાંબર વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચંદ્ર વચ્ચેના વાદનું પ્રત્યક્ષવત વર્ણન, નાટક રૂપે, સમકાલીન વણિક યશશ્ચન્દ્રના “કુમુદચન્દ્ર પ્રકરણમાં છે, એ સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય છે.) સાધુ માટે રાત્રે ઉપાશ્રયની બહાર જવાનું નિષિદ્ધ છે, પણ દેવસૂરિ એક રાત્રે કુમુદચંદ્રના ઉપાશ્રયે ગયા હતા અને બારણે ટકોરા મારીને કહ્યું, “પાદું વ્યદય” કુમુદચંદ્ર પૂછ્યું, “સ્વમ્ ?” દેવસૂરિએ ઉત્તર આપ્યો, “ગદં સેવા ” કુમુદચંદ્રે પૂછ્યું, “રેવઃ : ?” દેવસૂરિ બોલ્યા, “હું”. કુમુદચંદ્ર પ્રશ્ન કર્યો “ઉં ?" દેવસૂરિએ સામો ઉત્તર આપ્યો, “વં શ્રા''. આ પ્રકારની શબ્દજાળમાં ફસાવીને બીજે દિવસે સિદ્ધરાજની સભામાં દેવસૂરિએ કુમુદચંદ્રનો પરાજય કર્યો અને પરિણામે ગુજરાતમાં દિગંબર સંપ્રદાય ક્ષીણપ્રાય થઈ ગયો. વાદનિષ્ણાત સાધુઓ માટે આચારના કઠોર નિયમ મૂદુ બનાવાતા એમ જૈન શાસ્ત્રો કહે છે. જૈન આચારમાં શરીરશુચિતાનો નિષેધ છે. સાધુ સ્નાન કરી શકતા નથી. તપશ્ચર્યા સમયે તો તેમણે લૂખું ભોજન કરવાનું હોય છે; આચાર્મ્સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108