Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 33
________________ ૨. અનુયોગ श्रुत्वेत्यचिन्तयत् सूरिरीहग्मेधानिधिर्यदि । विस्मरत्यागमं तर्हि कोऽन्यस्तं धारयिष्यति ॥ ततश्चतुर्विधः कार्योऽनुयोऽतः परं मया । ततोऽङ्गोपाङ्गमूलाख्यग्रन्थच्छेदकृतागमः ॥ अयं चरणकरणानुयोगः परिकीर्त्तितः । उत्तराध्ययनाद्यस्तु सम्यग् धर्मकथापरः ॥ सूर्यप्रज्ञप्तिमुख्यस्तुं गणितस्य निगद्यते । द्रव्यस्य दृष्टिवादोऽनुयोगाश्चत्वार ईदृशः ॥ (‘પ્રભાવક ચરિત’-અંતર્ગત ‘આર્યરક્ષિતપ્રબંધ' શ્લોક ૨૪૦-૪૩)૧ जेण विणा लोगस्स वि ववहारो सव्वहा न निव्वड्इ । तस्स भुवणैकगुरुणो णमो अणेगंतवायस्स ॥ —સિદ્ધસેન દિવાકર આત્મતત્ત્વવિચાર બ્રાહ્મણો અને શ્રમણોની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી આત્મચિન્તન પ્રવૃત્તિને કારણે આત્મવાદ વિરોધી સંપ્રદાયનું સાહિત્ય બચવા પામ્યું નથી. પણ જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકને આધારે જાણવા મળે છે કે ભગવાન મહાવીરના સમકાલીન અજ્ઞાત્મવાદીઓની માન્યતા અને શ્રદ્ધા કેવી હતી. એમની દાર્શનિક માન્યતાઓનું પ્રતિપાદન ‘બૃહસ્પતિસૂત્ર’માં થયું હતું, પણ એ ગ્રન્થ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગયો છે. દેહાત્મવાદી લોકાયત અથવા ચાર્વાક સંપ્રદાય એમ કહેતો નથી કે આત્માનો સર્વથા અભાવ છે. એના સિદ્ધાન્તનો સાર એ છે કે જગતમાં જે મૂળભૂત તત્ત્વો છે એમાં આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. એ મુદ્દો ધ્યાનમાં રાખીને ૧. આ સાંભળીને (આર્યરક્ષિત) સૂરિએ વિચાર કર્યો કે આવા (વિન્ધ્ય અધ્યાપક જેવા) મેધાનિધિને જો આગમનું વિસ્મરણ થશે તો બીજો કોણ એ ધારણ કરી શકશે ? માટે મારે ચતુર્વિધ અનુયોગ કરવો જોઇએ. અંગ, ઉપાંગ અને છેદસૂત્રોનો ચરણકરણાનુંયોગ, ‘ઉત્તરાધ્યયન’ આદિનો ધર્મકથાનુયોગ, ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’આદિ ગણિતાનુયોગ અને ‘દૃષ્ટિવાદ’એ દ્રવ્યાનુયોગ એમ ચાર અનુયોગની વ્યવસ્થા તેમણે કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108