________________
૧. યોગ
} ૨૫
સમતાથી, કર્મથી અને વ્યક્તિત્વથી પર રહીને કરે છે. ચેતનાની ભૂમિકામાંથી તે પુરુષોત્તમ પ્રકૃતિનાં કર્મોનું નિયમન અને સંચાલન કરે છે અને આધ્યાત્મિક સ્થિતિમાં આરોહણ કરવાથી આપણે પણ એ ચેતનાને પ્રાત કરીએ છીએ તથા દિવ્ય કર્મો કરવાનો અધિકાર પણ મેળવીએ છીએ.
ઉપર્યુક્ત અક્ષર અવસ્થામાં પ્રતિષ્ઠિત રહીને પ્રભુ, પ્રકૃતિમાં પોતાની સત્તાની સર્વ સંકલ્પ શક્તિ અને બળપૂર્વક પ્રગટે છે, સર્વ સત્તામાં તે પોતાની જાતને પ્રગટ કરે છે, જગતમાં માનવ તરીકે જન્મ ધારણ કરે છે, સર્વ માનવોના હૃદયમાં વિરાજે છે, ધર્મસંસ્થાપન માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે, માનવમાં દિવ્યતા જન્મ પામે છે.....
સર્વ કર્મો આપણા સ્વામી પ્રભુને યજ્ઞ રૂપે સમર્પણ કરવાં જોઈએ. આત્મામાં અને પ્રભુમાં વિશ્વાસ સાધતાં આપણી પ્રકૃતિમાં મૂળ પ્રભુ સાથે એકતા પામવી જોઈએ અને આપણું વ્યક્તિત્વ તેના જ અંશનો આવિર્ભાવ છે એવો સાક્ષાત્કાર થવો જોઈએ. પ્રભુ સાથે એકતા થતાં આપણે વિશ્વનાં સર્વ પ્રાણી સાથે એકતા અનુભવીએ છીએ અને પ્રભુપ્રેરિત દિવ્ય કર્મો કરીએ છીએ. પણ એ કર્યો આપણાં હોતાં નથી; આપણી દ્વારા થતું પ્રભુનું જ કાર્ય હોય છે. એ કર્મો વડે પ્રભુ લોકોનું નેતૃત્વ કરે છે તથા લોકસંગ્રહ કરે છે.....પછી આપણો પ્રશ્ન વ્યક્તિગત કર્મોનો નહિ રહે; આપણું વ્યક્તિત્વ તો અનંતકાળમાં પડેલી એક ગૌણ વસ્તુ બની જાય છે. હવે આપણી દ્વારા પ્રભુની સંકલ્પશક્તિને વિશ્વમાં કાર્યશીલ બનવા દેવાનો એ પ્રશ્ન છે, એને સમજવા માટે પુરુષોત્તમ એટલે શું, પ્રકૃતિમાં શું બને છે, પ્રકૃતિનાં કાર્યો શાં છે, એ કાર્યો આપણને ક્યાં દોરી જાય છે, પ્રકૃતિમાં આવિર્ભત આત્મા અને પુરુષોત્તમ અંતર્યામી વચ્ચે કેવા પ્રકારનો ગાઢ સંબંધ છે ? એની પ્રતિષ્ઠા જ્ઞાનયુક્ત ભક્તિમાં રહેલી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org