________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
જૈન દર્શન સર્વ વૈદિક દર્શનોની જેમ જૈન દર્શને પણ આત્માનો-ચેતન તત્ત્વનો સ્વીકાર કર્યો છે. પણ ચેતન તત્ત્વ પોતાની સંસારી અવસ્થામાં બૌદ્ધ દર્શનના પુગલની -જેમ મૂર્ણામૂર્તિ છે. જ્ઞાનાદિ ગુણની અપેક્ષાએ તે અમૂર્ત છે અને કર્મ સાથે સંબદ્ધ - હોવાથી મૂર્ત છે. આથી ઊલટું, બીજાં સર્વ દર્શનોમાં ચેતનને અમૂર્ત માનવામાં -- આવ્યું છે.
બૌધ્ધ દર્શનને લોકાયતનો ઉચ્છેદવાદ અથવા ઉપનિષદાદિનો આત્મશાશ્વતવાદ માન્ય નથી, પણ તે આત્મસંતતિને અનાદિ માને છે, આત્માને અનાદિ માનતું નથી. ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા અને જૈન દર્શન આત્માને અનાદિ માને છે, પણ જૈન દર્શન અને પૂર્વમીમાંસાનો ભટ્ટ સંપ્રદાય આત્માને પરિણામી નિત્ય માને છે. બાકી બધાં દર્શનો આત્માને ફૂટસ્થ નિત્ય માને છે.
ઉપનિષદોને આધારે વેદાન્ત દર્શનમાં “બ્રહ્મસૂત્ર'ની રચના થઈ ત્યારે એમાં અદ્વૈત સિદ્ધાન્તને જ પ્રાધાન્ય મળ્યું.
વેદાન્તના સંપ્રદાયો શંકરાચાર્યનો સિદ્ધાન્ત છે કે મૂલ રૂપમાં બ્રહ્મ એક હોવા છતાં અનાદિ અવિદ્યાને કારણે તે અનેક જીવરૂપે જણાય છે-જેમ અજ્ઞાનને કારણે રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય છે તેમ અજ્ઞાનને કારણે બ્રહ્મમાં અનેક જીવો જણાય છે. એનું કારણ અવિદ્યા અથવા માયા છે. જીવને બ્રહ્મનો વિવર્ત કહેવામાં આવે છે. જીવનું અજ્ઞાન દૂર થતાં એને બ્રાહ્મ તાદાભ્યનો અનુભવ થાય છે અર્થાત્ જીવભાવ દૂર થતાં તે બ્રહ્મભાવ પામે છે. માયાવાદનું બીજું નામ વિવર્તવાદ છે.
રામાનુજાચાર્ય માને છે કે પરમાત્મા બ્રહ્મનું કારણ છે અને કાર્ય પણ છે. સૂક્ષ્મ ચિત અને અચિત વડે વિશિષ્ટ બ્રહ્મ કારણ છે અને સ્કૂલ ચિત અને અચિત વડે વિશિષ્ટ બ્રહ્મ કાર્ય છે. આ બંને વિશિષ્ટનું ઐક્ય સ્વીકારવાને કારણે રામાનુજાચાર્યનો સિદ્ધાન્ત વિશિષ્ણદ્વૈત તરીકે ઓળખાય છે. તેમના સિદ્ધાન્ત . અનુસાર, જીવો અનેક છે, નિત્ય છે અને અણુપરિમાણ છે. જીવ અને જગત બંને પરમાત્માનું કાર્ય અર્થાત્ પરિણામ છે; આથી એ મિથ્યા નહિ, પણ સત્ય છે. મુક્તિમાં જીવ પરમાત્માની સમાન હોઈ એમની નિકટ રહે છે. આમ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org