________________
૨. અનુયોગ
૩૭
બુદ્ધઘોષે ('વિશુદ્ધિમગ', ૧૯-૨૩) પૌરાણિકોનો આધાર લઈ આ પ્રતિપાદન કર્યું છે
अथेव चक्खुविण्णाणं मनोधातु अनंतरं । न चेव आगतं नापि न निब्बतं अनंतरं ॥ तदेव परिसंधिह्मि वत्तते चित्तसंतति ।
पुरिमं भज्जति चित्तं पच्छिमं जायते ततो ॥ “જેવી રીતે મનોધાતુની પછી ચક્ષુર્વિજ્ઞાન થાય છે. એ ક્યાંયથી આવ્યું નથી, તો પણ એવું નથી કે તે ઉત્પન્ન થયું નથી; એ જ રીતે જન્માત્તરમાં ચિત્ત સંતતિ વિષે સમજવું જોઈએ કે પૂર્વચિત્તનો નાશ થયો છે અને એથી નવા ચિત્તની ઉત્પત્તિ થઈ છે.”
દાર્શનિકોનો આત્મવાદ ઉપનિષદો દીર્ધકાળના ચિન્તનનું પરિણામ છે, પણ એમાં આ વાત નિરંતર અનુસ્મૃત છે-ભૂતવાદની પ્રધાનતા માનો કે આત્મવાદની, પણ વિશ્વના મૂળમાં કોઈ એક વસ્તુની સત્તા છે, અનેક વસ્તુઓની નહિ. “ઋગ્વદ' (૧૦૧૨૯)માં એને તવે કહેવામાં આવ્યું છે, પણ એનું નામ આપ્યું નથી. બ્રાહ્મણકાળમાં એ વસ્તુને “પ્રજાપતિ' સંજ્ઞા અપાઈ; ઉપનિષદોમાં સત, અસતુ, આકાશ, જલ, વાયુ, પ્રાણ, મન, પ્રજ્ઞા, આત્મા, બ્રહ્મ આદિ અનેક નામે તે પ્રગટ થયું.
વિવિધ ભારતીય દર્શનોમાં સુત્રોની રચના થઈ એમાં વેદાન્ત દર્શન સિવાય કોઈ પણ વૈદિક કે અવૈદિક દર્શનમાં અદ્વૈતવાદનું નિરૂપણ નથી. આથી સ્પષ્ટ છે કે ઉપનિષદ પહેલાં પણ અદ્વૈતવિરોધી પરંપરાનું અસ્તિત્વ હતું. એ પરંપરાને આધારે તો વેદ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પ્રતિપાદિત વૈદિક કર્મકાંડને સ્થાને સ્વયં વેદાનુયાયીઓએ પણ જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો સ્વીકાર કર્યો અને વેદ માન્ય દર્શનોએ પણ અદ્વૈતમાર્ગ છોડીને દ્વતમાર્ગનો અથવા બહુતત્ત્વવાદનો સ્વીકાર કર્યો. વેદ બાહ્ય શ્રમણ પરંપરામાં જૈન, આજીવક, બૌદ્ધ, ચાર્વાક આદિ છે, પણ આધુનિક સમયમાં જૈન અને બૌદ્ધ પરંપરા રહી છે. અલબત્ત, વર્તમાન નાગા બાવાઓની સંસ્થામાં આજીવક સંપ્રદાયનું સાતત્ય છે ખરું. વળી વૈદિક દર્શનોમાં ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ અને પૂર્વ મીમાંસા જડ અને ચેતન એ બંને મૌલિક તત્ત્વો માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org