________________
૩૬
યોગ, અનુયોગ, મંત્રયોગ
મારી વસ્તુ છે, આ હું છું, આ મારો આત્મા છે,' એવી વિચારણા થઈ શકે ખરી? ઉત્તર નકારમાં છે. આમ ભગવાન બુદ્ધ એવો નિષ્કર્ષ કાઢે છે કે જગતમાં સર્વ કંઈ અનાત્મ છે અને આત્મા નામની કોઈ વસ્તુ નથી (“સંયુત્તનિકાય', ૧૨૭૦, ૩૨-૩૭; “દીઘનિકાય', મહાનિદાન સુત્ત ૧૫; “વિનયપિટક, મહાવગ્ન, ૧-૬, ૩૮-૪૬). બુદ્ધ રૂપાદિ વસ્તુઓને જન્ય માની છે અને એવી વ્યાપ્તિ બાંધી છે કે જે જન્ય છે એનો નિરોધ જરૂરી છે (‘મહાવગ', ૧-૬-૨૯; “અંગુત્તર નિકાય', તિક નિપાત, ૧૩૪), આમ બુદ્ધમતમાં અનાદિ અનંત આત્મતત્ત્વને સ્થાન નથી. વળી બુદ્ધિમતમાં મનને અંતઃકરણ (‘અંદરની ઇન્દ્રિય) માન્યું છે, એથી ઇન્દ્રિયોની જેમ ચિત્તોત્પાદનું પણ આ એક કારણ છે. આથી મનોમય આત્મા સાથે એની તુલના શક્ય નથી, પણ વિજ્ઞાનાત્મા સાથે એની આંશિક તુલના થાય; બીજા શબ્દોમાં કહીએ તો બુદ્ધનો ઉપદેશ એવો છે કે જીવનું જન્મ, જરા, મરણ જેવું કોઈ સ્થાયી ધ્રુવ નથી, પણ એ સર્વ અમુક કારણોથી ઉત્પન્ન થાય છે. બુદ્ધને જેમ લોકાયતનો દેહાત્મવાદ અમાન્ય છે તેમ ઉપનિષદ-સંમત નિત્ય, ધ્રુવ, શાશ્વત આત્મા પણ અમાન્ય છે. એમને મતે, આત્મા શરીરથી અત્યંત ભિન્ન નથી તેમ અભિન્ન પણ નથી. બુદ્ધને લોકાયત-સંમત ભૌતિકવાદ ઐકાંન્તિક જણાય છે તેમ ઉપનિષદ-સંમત ફૂટસ્થ આત્મવાદ પણ ઐકાન્તિક લાગે છે. એમનો માર્ગ મધ્યમ માર્ગ છે, જેને તેઓ “પ્રતીત્યસમુત્પાદ– અમુકની અપેક્ષાએ અમુક તત્ત્વ પેદા થયું એમ કહે છે. એ વાદ શાશ્વતવાદ નથી તેમ ઉચ્છેદવાદ પણ નથી; એને અશાશ્વત અનુચ્છેદવાદ કહી શકાય.
બૌદ્ધ મતાનુસાર સંસારમાં સુખ દુઃખ આદિ અવસ્થાઓ છે, કર્મ છે, જન્મ છે, મરણ છે, બંધ છે, મુક્તિ પણ છે, પરન્તુ એ સર્વનો કોઈ સ્થિર આધાર નથી. એ સર્વ અવસ્થાઓ પૂર્વવર્તી કારણોથી ઉત્પન્ન થાય છે અને પોતાનું કાર્ય કરીને નાશ પામે છે. આમ સંસારચક્ર ચાલે છે. પૂર્વનો સર્વથા ઉચ્છેદ નથી તેમ એની ધ્રુવતા પણ નથી. ઉત્તરાવસ્થા પૂર્વાવસ્થાથી સર્વથા અસંબદ્ધ છે, એ વાત અસ્વીકાર્ય છે, કેમકે બંને કાર્યકારણની શૃંખલાની બંધાયેલ છે. પૂર્વાવસ્થાના સર્વ સંસ્કાર ઉત્તરાવસ્થામાં આવે છે, એથી અત્યારે જે પૂર્વ છે તે પછી ઉત્તર બને છે. ઉત્તર પૂર્વથી સર્વથા ભિન્ન નથી તેમ અભિન્ન નથી, પણ અવ્યાકૃત છે. ભિન્ન કહેવાથી ઉચ્છેદવાદ માનવો પડે છે અને અભિન્ન કહેવાથી શાશ્વતવાદ સ્વીકારવો પડે છે. આથી આ બાબતમાં બુદ્ધ અવ્યાકૃતવાદનું શરણ લીધું છે ! (‘મિલિન્દ પહ’, ૨, ૨૫-૩૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org