________________
૨. અનુયોગ
૩૫
ઉપનિષદોનો સાર એ છે કે વિશ્વનું મૂલ શાશ્વત આત્મા - બ્રહ્મ તત્ત્વ છે અને એના વિના બીજું કંઈ નથી. ઉપનિષદકારે એમ પણ કહ્યું કે અદ્વૈત તત્ત્વને બાજૂએ મૂકી જે સંસારમાં ભેદ માને છે તે સર્વનાશને નિમંત્રણ આપે છે (નવાનુવર્ણવ્યું नेह नानास्ति किञ्चन । मृत्योः स मृत्युमाप्नोति यह नानेव पश्यति । (બૃહદારણ્યક', ૪-૪-૧૯; “કઠ’ ૪-૧૧) આ માન્યતાનો પ્રતિકાર ભગવાન બુદ્ધે કર્યો અને સમય અધ્યાત્મ ચિત્તનને અનાત્મવાદ તરફ ખેંચવાનો પ્રથમ પ્રયત્ન કર્યો.
આનો અર્થ એવો નથી કે બુદ્ધે અનાત્મવાદનો ઉપદેશ કર્યો અથવા આત્મતત્ત્વનો એમણે સર્વથા નિષેધ કર્યો. બુદ્ધના વક્તવ્યનો સારાંશ એ કે વિશ્વમાં એક માત્ર મૌલિક તત્ત્વ અદ્વૈત આત્માને માન્યો, એ ઉચિત નથી.
નાસ્તિક ચાર્વાક કે લોકાયત અનાત્મવાદી છે અને ભગવાન બુદ્ધ પણ અનાત્મવાદી છે. બંને એ વિષે સંમત છે કે આત્મા સ્વતંત્ર દ્રવ્ય નથી તેમજ એ નિત્ય અથવા શાશ્વત પણ નથી. બંનેના મતાનુસાર આત્મા એ ઉત્પન્ન અથવા પેદા થનાર વસ્તુ છે. પણ ચાર્વાક અને બુદ્ધના મતમાં ભિન્નતા એ છે કે બુદ્ધ પગલ, આત્મા, જીવ અને ચિત્ત નામની વસ્તુ માની છે, જ્યારે ભૂતવાદી એને ચાર ભૂતો પૃથ્વી, અપ, તેજ, વાયુથી અથવા એમાં પાંચમું ભૂત આકાશ ઉમેરાતાં પાંચ ભૂતોથી ઉત્પન્ન થતી પરતંત્ર વસ્તુ માને છે. બુદ્ધ પણ જીવ, પુદ્ગલ અથવા ચિત્તને અનેક કારણોથી ઉત્પન્ન થતું માને છે, અને એ અર્થમાં તે સર્વ પરતંત્ર છે, પરન્તુ એ ઉત્પત્તિનું જે કારણ તે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનેતર છે, જ્યારે ચાર્વાક માને છે કે ચૈતન્યની ઉત્પત્તિમાં ચૈતન્યથી ભિન્ન ભૂતો જ કારણ છે, ચૈતન્ય નહિ. ભૂતો સમાન વિજ્ઞાન પણ એક મૂલ તત્ત્વ છે, જે જન્ય તેમજ અનિત્ય છે. બુદ્ધ વિજ્ઞાનની સંતતિધારાને અનાદિ માને છે, પણ લોકાયત સંપ્રદાયમાં ચૈતન્યધારા જેવું કંઈ નથી. નદીનો પ્રવાહ ધારાબદ્ધ જળબિન્દુમાંથી બને છે અને એમાં એકતાનો ભાસ થાય છે. એ પ્રમાણે વિજ્ઞાન સંતતિધારાથી વિજ્ઞાનવાદનું નિર્માણ થાય છે.
ભગવાન બુદ્ધ રૂપ, વેદના, સંસ્કાર અને વિજ્ઞાન, ચક્ષુ આદિ ઈન્દ્રિયો અને એમના વિષય, એનાથી થતું જ્ઞાન, મન, માનસિક ધર્મ અને મનોવિજ્ઞાન એ સર્વ ઉપર વિચાર કર્યો છે અને સર્વને અનિત્ય, દુઃખમય અને અનાત્મ ગણાવ્યાં છે; એ સર્વને તેઓ અનિત્ય ગણે છે. જો અનિત્ય હોય તો સુખરૂપ કે દુઃખરૂપ? દુઃખરૂપ જે વસ્તુ અનિત્ય હોય, દુઃખમય હોય, પરિણામી હોય એને વિષે, “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org