Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 30
________________ ૧. યોગ નૈયાયિક અને યોગસાધકઃ યશોવિજય ઉપાધ્યાય અઢારમા શતકમાં થયેલા મહાન નૈયાયિક અને યોગી ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ પાટણ પાસે કનોડા ગામમાં થયો હતો અને એમના સ્મારક તરીકે ત્યાં શ્રી યશોવિજય વિદ્યાલયની સ્થાપના તાજેતરમાં થઈ છે. યશોવિજયજીએ કાશીમાં વિદ્યાધ્યયન કર્યું હતું અને નવ્યન્યાયમાં પ્રવીણતા પ્રાપ્ત કરી ત્યાંના પંડિતો ઉપર સરસાઈ મેળવી હતી. એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં યોગવિષયક ગહન ગ્રન્થો રચ્યા છે તેમજ મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ ઉપર નવ્ય ન્યાયની શૈલીએ ટીકા લખી છે. વિશેષ નોંધપાત્ર એ છે કે આમાંના કેટલાક ગ્રન્થોની હસ્તપ્રતો યશોવિજયજીના હસ્તાક્ષરોમાં મળે છે અને તેમણે યોગમાર્ગના ગહન પ્રમેયોને સરલ ગુજરાતીમાં ઉતાર્યા છે. યશોવિજયજીની જીવનરેખા આપતું પદ્યમય ચરિત્ર મુનિ કાન્તિવિજયજીએ યશોવિજયજીની કર્મભૂમિ ડભોઈમાં રચ્યું છે; ડભોઈમાં યશોવિજયજીના સ્મારકરૂપ સ્તૂપ છે. એ નગરમાં ૧૯૫૩માં વિજયયશોસૂરીશ્વરની પ્રેરણાથી યશોવિજય સારસ્વતસત્ર ઊજવાયું હતું. અધ્યાત્મજ્ઞાની મહાત્મા આનંદઘનના સંપર્કથી નૈયાયિક યશોવિજયજી અધ્યાત્મયોગી બન્યા હતા. રામ કહો રહમાન કોઉ કહાન કહો મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયમેવ રી. એ અમર પદ આનંદઘનજીની રચના છે અને તેમનાં બીજાં અનેક પદો રાજસ્થાની-ગુજરાતી સાહિત્યમાં અમર છે. ૨૩ યશોવિજયજીએ ‘દ્રવ્યગુણ પર્યાય'નો રાસ રચીને નયનાદના ગહન પ્રમેયોને સરલ ગુજરાતીમાં સમજાવ્યા છે. Jain Education International યશોવિજયજીની આધ્યાત્મિક લહરીનો આસ્વાદ લેવા માટે, સ્થાલીપુલાક ન્યાયે, એમનું માત્ર એક પદ જોઇએ મન ટેક મન કિતહી ન લાગે છે જે રે, પૂરન આસ ભઈ અલિ ! મેરી, અવિનાસી કી સેજે ૨, અંગે અંગ સુનિ વિઉ-ગુન હરખે, લાગો રંગ કરે જે રે, For Private & Personal Use Only મન મન www.jainelibrary.orgPage Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108