________________
૨૪
યોગ, અનુયોગ, મંત્રયોગ
યોગ અનાલંબ નહિ નિષ્કલ, તીર લગ્યો ધું વેજે રે, મનર અબ તો ભેદ તિમિર મોહ ભાગો, પૂરન બ્રહ્મકી સેજે રે, સુજસ બ્રહ્મ કે તેજે રે,
મન
ઉપસંહાર ઇસવીસન પૂર્વે બીજી સદીમાં થયેલા પતંજલિથી માંડી આજ સુધી ભારતીય યોગસાધનાના અર્ક રૂપે મહાયોગી શ્રી અરવિન્દની આર્ષવાણી ઉપસંહાર તરીકે જોઇએ
“આત્મા આપણી સ્વયંભૂ સત્તા છે. આપણા સ્વાભાવિક વ્યક્તિત્વની સત્તાથી આપણો આત્મા પરિમિત થતો નથી, સત્તા માત્રમાં એ જ વ્યાપી રહેલો છે, સર્વ પ્રત્યે એ આત્મા સમ છે, પોતાના આતંત્ય વડે તે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, મર્યાદિત છે એનાથી પોતે મર્યાદિત થતો નથી તથા પ્રકૃતિમાં અને વ્યક્તિમાં થતા વિકારોથી એ મુક્ત છે, અવિકારી છે. જ્યારે આપણામાં એ પ્રગટ થાય છે ત્યારે આપણે શાન્તિ અને આનંદનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે વિકાસ પામીએ છીએ, ત્યાર પછીજ આપણે પ્રકૃતિની અભિવ્યક્તિમાંથી આપણી ચેતનાના પાયાને ઉખાડીને આત્મામાં અર્થાત્ ઊર્ધ્વ આધ્યાત્મિક કેન્દ્રમાં લઈ જઈ શકીએ છીએ. આપણે જે સ્થિરતા, સમતા અને રાગરહિત તાટથ્ય અને અપૌરુષેયત્વ પ્રાપ્ત કર્યા છે તેના જ બળ વડે આપણે એ ધ્યેયને સિદ્ધ કરી શકીએ છીએ.....આપણી ઈન્દ્રિયો શાન્ત થાય છે અને જગતના સર્વ બાહ્ય સ્પર્શીને તે ગાઢ પ્રશાન્તિમાં સ્વીકારી શકે છે. આપણું મન પણ શાન્ત થાય છે અને સ્થિર, વિશ્વવ્યાપી, સાક્ષીરૂપ બને છે. આપણો અહં બિનંગત એવી કોઈ અપૌરુષેય સત્તામાં લય પામે છે. નિઃસ્વાર્થ શાન્તિ અને નૈવેંયક્તિતામાં આપણે જે કર્મો કરીએ છીએ તે.....આપણને બંધનકર્તા થતાં નથી......પણ શાન્ત, અક્ષરબ્રહ્મ અને પ્રકૃતિનાં કાર્યો વચ્ચે અમીટ વિરોધ જણાય છે.....પણ પ્રકૃતિ કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી, એ તો પરમાત્માની પોતાની શક્તિ છે, જે વિશ્વસર્જન રૂપે પોતાનો પ્રક્ષેપ કરે છે... પરમેશ્વર, પુરુષોત્તમ, એક અક્ષરબ્રહ્મ કરતાં કોઈ મહત્તમ, ઉચ્ચત્તર વાસ્તવિકતા છે; અક્ષરથી તે વિશાળ અને સર્વસંગ્રાહક હોઈ તે યુગપત અક્ષર આત્મા અને પ્રકૃતિનાં કર્મોનો શાસક બને છે. એ નિમ્ન પ્રકૃતિનાં કાર્યોનું નિયમન, પોતાના અક્ષર સ્વરૂપની સનાતન સ્થિરતામાં પ્રતિષ્ઠિત રહીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org