________________
૩૦
યોગ, અનુયોગ, મંત્રયોગ વિચારનારા લોકો અતિપ્રાચીન કાળમાં પણ હતા. ‘તૈત્તિરિય ઉપનિષદથી એ વાત જણાય છે, કેમકે ત્યાં આત્માને અન્નમય કહ્યો છે. “ઐત્તરેય આરણ્યકમાં વનસ્પતિ, પશુ અને મનુષ્યના પરસ્પર સંબંધનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને બતાવ્યું છે કે વનસ્પતિ, પશુ અને મનુષ્યમાં આત્મા ઉત્તરોત્તર વિકસિત થાય છે, કેમકે વનસ્પતિમાં એ કેવળ રસરૂપે જણાય છે અને મનુષ્યમાં એ વિકાસ પામતાં પામતાં ત્રિકાળદર્શી થઈ જાય છે.
'' પ્રાણાત્મવાદ-ઇન્દ્રિયવાદ તત્ત્વજ્ઞાનીઓએ જ્યારે શરીરની આધ્યાત્મિક ક્રિયાઓનું નિરીક્ષણ-પરીક્ષણ કરવા માંડ્યું ત્યારે એમનું ધ્યાન પ્રાણ તરફ આકર્ષાયું. નિદ્રાવસ્થામાં જ્યારે સર્વ ઇન્દ્રિયો સ્થગિત થાય છે ત્યારે પણ શ્વાસોચ્છવાસ ચાલુ હોય છે; મૃત્યુ થાય ત્યારે જ શ્વાસોચ્છવાસ બંધ થાય છે. એથી સિદ્ધ થયું કે પ્રાણનું સર્વાધિક મહત્ત્વ છે. આથી પ્રાણતત્ત્વને જ સર્વ ક્રિયાઓનું કારણ માનવામાં આવ્યું. પરિણામે “છાન્દોગ્ય ઉપનિષદે કહ્યું કે વિશ્વમાં જે કંઈ છે તે પ્રાણ છે. બૃહદારણ્ય'માં તો એને દેવાધિદેવનું સ્થાન અપાયું છે.
પ્રાણ અથવા વાયુને આત્મા માનનારના મતનું ખંડન “મિલિન્દાહમાં કરવામાં આવ્યું છે. “બૃહદારણ્યક ઉપનિષદમાં ઈન્દ્રિયોની પ્રતિયોગિતાનો ઉલ્લેખ છે અને તે સ્વયં સમર્થ છે, એવું વિધાન છે. સૂત્રટીકાકાળમાં ઈન્દ્રિયાત્મવાદીઓનું ખંડન કરવામાં આવ્યું છે, તેથી એ વાત સ્પષ્ટ છે કે આ સિદ્ધાંતનો અન્યત્ર સ્વીકાર થતો હતો. પ્રાણાત્મવાદના સમર્થકોએ ઇન્દ્રિયાત્મવાદ વિરુદ્ધ જે દલીલો કરી, તે પણ “બૃહદારણ્યક ઉપનિષદમાં છે. એમાં કહ્યું છે કે મૃત્યુ સમસ્ત ઇન્દ્રિયોનું શમન કરે છે, કિન્તુ ઇન્દ્રિયો વચ્ચે રહેલા પ્રાણને કોઈ હાનિ પહોંચતી નથી; આથી ઈન્દ્રિયોએ પ્રાણરૂપ ગ્રહણ કર્યું, તેથી ઇન્દ્રિયોને પણ પ્રાણ કહે છે.
જૈન આગમોના પ્રાચીનતર સ્તરમાં જે દસ પ્રાણનું વર્ણન છે, તેમાં ઇન્દ્રિયો પણ છે.
સાંખ્યસંમત વૈકૃતિક બંધની વ્યાખ્યા કરતાં વાચસ્પતિ મિશ્રે ઇન્દ્રિયોને પુરુષ માનવાના સિદ્ધાન્તનો ઉલ્લેખ કર્યો છે. આમ આત્માને દેહરૂપ માનવામાં આવે કે ભૂતાત્મક પ્રાણરૂપ માનવામાં આવે અથવ. ઇન્દ્રિયરૂપ, પણ એ સર્વ મતોમાં આત્માનું સ્વરૂપ ભૌતિક છે. આમ છતાં ઋષિઓએ વિશ્વના ભૌતિકરૂપથી પાર એક અવ્યક્ત તત્ત્વ માન્યું છે તેમ તેમણે એ પણ માન્યું છે કે આત્મા એના પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org