________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
પ્રાદુર્ભાવ થાય છે. આત્મા જેવી અનાદિ, અનંત કોઈ શાશ્વત વસ્તુ નથી. કેમકે આ ભૂતસમાહારનો નાશ થતાં આત્મા પણ નાશ પામે છે.
આ વિમર્શથી એ સ્પષ્ટ થશે કે અદ્વૈત માર્ગમાં એક સમયે અનાત્મવાદી વિચારણા મુખ્ય હતી, પણ ધીરે ધીરે આત્માદ્વૈતની માન્યતા દૃઢ બની. બીજી બાજુ, નાનાવાદીઓમાં પણ ચાર્વાક જેવા દાર્શનિકો થયા, જેમના ચિન્તનમાં આત્મા જેવા તત્ત્વને ક્યાંય પણ સ્થાન નહોતું; એની સામે જૈન, બૌદ્ધ અને સાંખ્ય ધારામાં આત્મા અને અનાત્મા બંને મૌલિક તત્ત્વો માનાસ્પદ હતાં.
૨૮
આત્માનું સ્વરૂપ
‘ઋગ્વેદ’(૧-૧૬૪-૩૭)ના ઋષિ ઉદ્ગાર કાઢે છે કે “હું કોણ છું,તે હું જાણતો નથી’ (ન વા નાનામિ યદ્દિવ સ્મિ). માત્ર આત્મા વિષે નહિ, વિશ્વાત્મા વિષે પણ ઋષિને જિજ્ઞાસા છે. વિશ્વનું મૂલ તત્ત્વ સત્ છે કે અસત્ એ વિષે એ કશું કહેવાને તૈયાર નથી. (નાસવાસીત્ નો સવામીત્ તાનીમ્ । ‘ઋગ્વેદ’૧૦-૧૨૯). એને પ્રતીતિ થઈ ગઈ છે કે મૂલ તત્ત્વ અનિર્વચનીય છે. ‘પુરુષસૂક્ત’ને આધારે તેઓ કહે છે કે વિશ્વના મૂલમાં પુરુષ છે. પુરુષ ચેતન છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હોય. પછીના સમયમાં પુરુષનું સ્થાન પ્રજાપતિએ લીધું. પ્રજાપતિ પુરાણકાળમાં પણ સમગ્ર વિશ્વના સ્રષ્ટા મનાયા છે. પરિણામે આત્મવિચારણાએ વિશ્વવિચારણાનું સ્થાન મેળવી લીધું.
ઉપનિષદ પૂર્વેની વૈદિક વિચારધારા અને એ પછીની ઔપનિષદ વૈદિક વિચારધારાની તુલના કરવાથી જે ભેદ જણાય છે તેનું કારણ વૈદભિન્ન અવૈદિક ધારાનો પ્રભાવ છે.
દેહાત્મવાદ-ભૂતાત્મવાદ
ઉપનિષદોમાં મુખ્યત્વે એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે બાહ્ય વિશ્વને ગૌણ ગણીને અંતરના ચૈતન્યની સ્ફૂર્તિનો અનુભવ થાય છે તે શું છે ? સર્વ જડ પદાર્થોની અપેક્ષાએ સમસ્ત શરીરમાં એ સ્ફૂર્તિનો અનુભવ થાય છે, તેથી સ્પષ્ટ છે કે વિચારક મન સૌ પહેલાં સ્વદેહને જ આત્મા અથવા જીવ માનવાને પ્રેરાય. ઉપનિષદમાં ઉલ્લેખ છે કે અસુરોમાંથી વૈરોચન અને દેવોમાંથી ઇન્દ્ર આત્મજ્ઞાન મેળવવા માટે પ્રજાપતિ પાસે ગયા. પાણીમાં એ બન્નેનું પ્રતિબિંબ બતાવીને પ્રજાપતિએ પૂછ્યું કે “તમને શું દેખાય છે ?” “પાણીમાં નખશિખ પ્રતિબિંબ દેખાય છે ? તમે જેને જુઓ છો એ આત્મા છે.” એ સાંભળીને બંને ચાલ્યા ગયા. વૈરોચને એ પછી અસુરોમાં પ્રચાર કર્યો કે દેહએ જ આત્મા છે. પરન્તુ ઇન્દ્રનું સમાધાન થયું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org