Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 38
________________ ૨. અનુયોગ ૩૧ રૂપમાં ચક્ષુગોચર નથી (સાંખ્યકારિકા', ૪૪). આમાંથી આત્મ-વિચારણાનું દાર્શનિક સ્વરૂપ પેદા થયું. જ્યાં સુધી આત્મા ભૌતિકરૂપ મનાયો ત્યાં સુધી પરલોકગમનની કે પરલોકગમનના કારણરૂપ કર્મવાદ અથવા પુણ્યવાદની માન્યતાનો પ્રશ્ન પેદા જ થયો નહોતો. પણ જ્યારે આત્મા એક સ્થાયી તત્ત્વરૂપ મનાયો ત્યારે એ સર્વ ઉપર ચિન્તન કરવાનો અવસર સ્વયમેવ પેદા થયો. આત્મવાદ સંબંધી પરલોક અને કર્મવાદનો ઉદ્ભવ ત્યાર પછી થયો. મનોમય આત્મા ચિન્તક મનુષ્ય અનુભવ કર્યો કે પ્રાણરૂપ ગણાતી ઇન્દ્રિયો પણ મન વિના સમર્થક બનતી નથી. મનનો સંપર્ક થયા પછી જ ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી શકે છે; ઇન્દ્રિયો પોતે કશું ચિન્તન કરી શકતી નથી. ઇન્દ્રિય-વ્યાપારના અભાવમાં પણ ચિન્તન થાય છે. ઊંઘતા મનુષ્યની ઇન્દ્રિયો કામ કરતી નથી, પરંતુ એનું મન સર્વત્ર વિચરે છે. આથી સંભવ છે કે કેટલાક ચિન્તકોએ મનને આત્મા માનવાનું શરૂ કર્યું. ભારતીય ચિન્તનના ઇતિહાસમાં પ્રાણમય આત્માની પછી, મનોમય આત્માની કલ્પના થઈ. પ્રાણ અને ઇન્દ્રિયોની અપેક્ષાએ મન સૂક્ષ્મ છે, પણ મન ભૌતિક છે કે અભૌતિક, એ વિષે દાર્શનિકોમાં મતભેદ છે. પણ એક વાત નિશ્ચિત છે કે પ્રાચીન કાળમાં મનને અભૌતિક માનનારો પણ એક સબળ પક્ષ હતો. ન્યાય વૈશેષિકના અનુયાયી દાર્શનિકોએ (અક્ષપાદ ગૌતમકૃત “ન્યાયસૂત્ર', ૩-૨-૬૧ અને કણાદકૃત “વૈશેષિક સૂત્ર', ૭-૧-૨૩) મનને અણુરૂપ માનીને (સાપરિમાપ મન:) પૃથ્વી આદિ સર્વ ભૂતોના પરમાણુઓથી એને વિલક્ષણ ગયું છે. વળી સાંખ્યશાસ્ત્રીઓ એમ કહે છે કે ભૂતોની ઉત્પત્તિ થયા પૂર્વે પ્રાકૃતિક અહંકારથી મનની ઉત્પત્તિ થાય છે. આમાંથી પણ એ સ્પષ્ટ છે કે ભૂતોની તુલનાએ મન સૂક્ષ્મ છે. વળી બૌદ્ધ દર્શનના વૈભાષિક સંપ્રદાયે મનને વિજ્ઞાનનું કારણ માન્યું હોઈ તેમના મતાનુસાર મન વિજ્ઞાનરૂપ છે. આમ મનને અભૌતિક માનવાની પ્રવૃત્તિની પ્રાચીનતા સ્પષ્ટ છે. આથી જે ચિન્તકોએ મનને આત્મા માનવાની પ્રવૃત્તિ કરી તેમણે સૌ પહેલાં આત્માને ભૌતિકમાંથી અભૌતિક શ્રેણિમાં મૂકી દીધો. સદાનંદના “વેદાન્તસારમાં કહ્યું છે કે “તૈત્તિરીય ઉપનિષદના અન્યોત્તરીત્મા મનોમયઃ (૨-૩)એ વાક્યને આધારે ચાર્વાક મનને આત્મા માને છે. સાંખ્ય મતાનુસાર વિકૃતના ઉપાસકોએ મનને આત્મા માન્યો છે (“સાંખ્યકારિકા', ૪૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108