Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 22
________________ ૧. યોગ ૧૫ વ્રતો અને ધર્મોનો ઉપદેશ છે, જ્યારે બીજામાં પ્રાણાયામ આદિ અષ્ટાંગ યોગનું નિરૂપણ છે. પ્રકાશ ૧ માં યોગસ્વરૂપની ચર્ચા છે અને ત્યાર પછી મહાવ્રત, મહાવ્રતની ભાવના, સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ અને માર્ગાનુસારિના ૩૫ ગુણોની ચર્ચા છે. પ્રકાશ ર માં સમ્યકત્વ અને મિથ્યાત્વ, દેવ અને કુદેવ, ગુરુ અને કુગુરુ, ધર્મ અને અધર્મનાં સ્વરૂપની ચર્ચા છે.. પછી કુદેવ, કુદેવ અને કુધર્મની ચેષ્ટાનું વર્ણન છે. (હેમચન્દ્ર પછી થોડા જ સમય બાદ રચાયેલા, નેમિચન્દ્ર ભંડારીકૃત ષષ્ટિશતક' પ્રકરણમાં આ જ વિષયોની વિશદ ચર્ચા છે, એમાં “યોગશાસ્ત્રનો પ્રભાવ વરતાય છે. ઘણા જૂના ગુજરાતી બાલાવબોધ સહિત “ષષ્ટિશતક'પ્રકરણ વડોદરા યુનિવર્સિટીની પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના પ્રથમ ગ્રન્થ તરીકે મેં પ્રગટ કર્યું છે; વડોદરા, ૧૯૫૩.) આ વિષયમાં અરાઢમા સૈકામાં થયેલા યશોવિજય ઉપાધ્યાયકૃત સંસ્કૃત ગ્રન્થ “ગુરુતત્ત્વ વિનિશ્ચય' વિશેષભાવે દૃષ્ટવ્ય છે. એ પછી સમ્યકત્વનાં લક્ષણો અને અતિચાર જણાવ્યા છે અને શ્રાવકનાં બાર વ્રતની ચર્ચા કરી છે. અહિંસા, મૃષાવાદ-વિરમણ અર્થાત સત્ય, અદત્તાદાન વિરમણ અર્થાત અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રતોની ચર્ચા છે. પ્રકાશ ૩ માં દિવિરતિ, ભોગોપભોગવિરતિ અને અનર્થદંડવિરતિ એ ત્રણ ગુણવ્રતોની ચર્ચા કરતાં મદ્યપાન, મધુપાન અને માંસભક્ષણથી થતા દોષની ચર્ચા છે. એ પછી ચાર શિક્ષાવ્રતોનો ઉપદેશ છે-સામાયિક વ્રત, દેશાવકાશિક વ્રત, પોષ વ્રત અને અતિથિસંવિભાગ દ્રત. આ પ્રમાણે પાંચ અણુ વ્રત, ૩ ગુણ વ્રત અને ૪ શિક્ષા વ્રત મળી ૧૨ વ્રતો મળી શ્રાવકનાં ૧૨ વ્રતોનું નિરૂપણ આચાર્યશ્રીએ કર્યું છે. એ પછી પાંચ મહાવ્રતોના અતિચાર, ત્રણ ગુણવ્રતોના અતિચાર તથા ચાર શિક્ષાવ્રતોના અતિચાર વર્ણવાયા છે. એ પછી મહાશ્રાવકપણું વર્ણવી મહાશ્રાવકની દિનચર્યા નિરૂપી છે. પ્રકાશ ૪ માં આત્મા અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સિદ્ધ કરી છે. સંસાર અને મોક્ષનું સ્વરૂપ, હેમચન્દ્ર વર્ણવ્યું છે. સંસારના કારણભૂત કષાયો છે અને કષાયોના કારણભૂત ઇન્દ્રિયો છે. કષાયો તથા ઇન્દ્રિયો એ બંનેનાં સ્વરૂપની ચર્ચા હેમચન્ટે કરી છે. મનઃશુદ્ધિની જરૂર, રાગદ્વેષોને જીતવાનો ઉપાય, સમભાવનું સ્વરૂપ, બાર ભાવનાનું સ્વરૂપ, ધ્યાન અને તેનું સ્વરૂપ, મૈત્રી, પ્રમોદ આદિ ભાવનાઓ અને આસનોનું સ્વરૂપ ત્યાં વર્ણવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108