________________
૧૬
યોગ, અનુયોગ, મંત્રયોગ
પ્રકાશ ૫ થી “યોગશાસ્ત્રનો બીજો વિભાગ શરૂ થાય છે. આમાં પ્રાણાયામના પ્રકારો કુંભક, રેચક, પૂરક આદિનું તથા એમાંથી પ્રાપ્ત થતા ફળનું વિસ્તૃત નિરૂપણ છે. ધ્યાન અને ધારણાની તથા ભૌમાદિ મંડલની ચર્ચા, વાયુજ્ઞાનનો ઉપયોગ કરીને થઈ છે. સ્વપ્રો, શુકનો અને મંત્રાદિ વડે થતા કાલજ્ઞાનનો તથા થનાર મૃત્યુના જ્ઞાનનો પણ એમાં ઉલ્લેખ છે. નાડીશુદ્ધિ અને બિન્દુજ્ઞાન વગેરેની ચર્ચા પછી પરકાયાપ્રવેશનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
પ્રકાશ ૬ ના આરંભમાં આચાર્યશ્રી કહે છે કે પરકાયાપ્રવેશની સિદ્ધિ થાય અથવા ન પણ થાય. પણ પરકાયાપ્રવેશ આશ્ચર્યજનક વાત છે, તેથી એનો ઉલ્લેખ કર્યો છે. પાતંજલ યોગસૂત્રમાં પણ પરકાયાપ્રવેશની વાત છે. પણ આવી સિદ્ધિઓ સાધકને મોક્ષમાર્ગથી ચલિત કરે એવું બને. એ પછી પ્રત્યાહાર, ધારણાસ્થાનો અને ધારણાલનું વિવેચન આચાર્યશ્રીએ કર્યું છે.
પ્રકાશ ૭ માં કહ્યું છે કે ધ્યાન કરવા ઈચ્છતા મનુષ્ય ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો ક્રમ જાણવો જોઈએ, કેમકે પર્યાપ્ત સામગ્રી વિના કાર્યો સિદ્ધ થતાં નથી. ધ્યાન કરવા ઈચ્છતા મનુષ્યનો ક્રમ આ પ્રમાણે છે-ધ્યાતાનું સ્વરૂપ, ધ્યેયનું સ્વરૂપ અને પાંચ પ્રકારની ધારણા(પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ). ધ્યેય ચાર પ્રકારનાં છે-પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત. એમાં પિંડસ્થ ધ્યેય સર્વોત્તમ છે. છેલ્લે પિંડસ્થ ધ્યેયનું માહાભ્ય જણાવ્યું છે.
પ્રકાશ ૮ માં પદસ્થ ધ્યેયનું સ્વરૂપ, પદસ્થ ધ્યેયનું ફળ, પાદમથી દેવતાનું સ્વરૂપ, પંચલથી દેવતાનું સ્વરૂપ, મંત્રના અધિપતિનું ફળ, પંચ પરમેષ્ટિ મંત્ર, પંચ પરમેષ્ટિ વિદ્યા, પંદર અક્ષરની વિદ્યા, હિંકારવિદ્યાનું ધ્યાન, આઠ અક્ષરની વિદ્યા આદિનું વિવેચન છે. આ પરિભાષામાં દિગંબર વિદ્વાન શુભ ચંદ્રના
જ્ઞાનાવનો સ્પષ્ટ પ્રભાવ છે. કોઈપણ મંત્રાલરોને ધ્યાનમાં રાખી ધ્યેયનું ચિન્તન કરવું, એને પદસ્થ ધ્યાન કહે છે.
પ્રકાશ ૯ માં રૂપસ્થ ધ્યેયનું નિરૂપણ છે. ઉદાહરણ તરીકે, અરિહંત અથવા તીર્થંકરના અનેક અતિશયોથી વિભૂષિત સ્વરૂપનું આલંબન કરી ધ્યાન કરવું, એને
૧૩. હેમચન્દ્ર પોતાના નિશ્ચિત સમયે થનાર મૃત્યુની આગાહી કરી હતી, એમ પ્રબન્ધો કહે છે. હેમચન્દ્રના ચરિત્રકાર ધૂમકેતુએ આ વાત પ્રબન્ધકારોના ગપોડા સમજી પોતાના લખાણમાંથી દૂર કરી હતી. ધૂમકેતુના પિતાશ્રીએ પોતાના મૃત્યુની આગાહી કરી હતી અને તે પ્રમાણે તેઓ અવસાન પામ્યા પછી ધૂમકેતુએ પોતાના લખાણમાંનો રદ કરેલો ભાગ પાછો મૂક્યો હતો. આ ઘટનાનો ઉલ્લેખ ધૂમકેતુએ જીવનચરિત્રની પ્રસ્તાવનામાં કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org