Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 21
________________ ૧૪ યોગ, અનુયોગ, મંત્રયોગ नुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः भूमिभर्तुळधित प्रबोधम् ॥ (‘કુમારપાલપ્રતિબોધ', ગાયકવા ઓરિએન્ટલ સિરીઝ, ગ્રન્થ ૧૪, પૃ.૪૭૬). હેમચન્દ્ર “યોગશાસ્ત્રમાં જે વ્રતાદિનું વિવરણ કર્યું છે, તેનું જ દસંતોસહ વિસ્તૃત વિવરણ કરવા માટે “કુમારપાલપ્રતિબોધ'ની રચના થઈ છે. “પ્રબન્ધચિન્તામણિ' (ઈ.સ. ૧૩૦૫)ના રચયિતા મેરૂતુંગસૂરિએ વામરાશિપ્રબન્ધમાં “યોગશાસ્ત્રની પ્રશંસા કરી છે. વામરાશિ નામે બ્રાહ્મણની વૃત્તિ, હેમચન્દ્ર પ્રત્યે અસભ્ય વચન બોલવાની શિક્ષા તરીકે કુમારપાલે બંધ કરી હતી. તે પછી વામરાશિ દાણાની ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો અને હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રય આગળ પડી રહેતો હતો. અનેક રાજાઓ અને તપસ્વીઓ વડે બોલાતા યોગશાસ્ત્રના શબ્દ સાંભળીને વામરાશિ સરલતાથી બોલ્યો “કંઈ પણ કારણ વિના જે લોકોના મુખમાંથી ગાલિપ્રદાનરૂપી ઝેર નીકળતું હતું. તે જ જટાધારી તપસ્વીઓરૂપ ફણીધરોના મુખમાંથી હવે “યોગશાસ્ત્ર' રૂપ અમૃત બહાર આવે છે. અમૃતની ધારા વરસાવતાં તેનાં આ વચનોથી જેમનો અગાઉનો સંતાપ શાન્ત થયો હતો એવા હેમાચાર્યે વામરાશિને બેવડી જવાઈ બંધાવી આપી”— आतंककारणमकारणदासणानां वक्त्रेण गालिगरलं निरगालि येषाम् । तेषां जटाधरफटाधरमंडलानां श्रीयोगशास्त्रवचनामृतमुज्जिहीते ॥ ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરાવી તેને યોગમય જીવનમાં લઈ જવું, એ યોગશાસ'નો હેતુ છે. યોગશાસ્ત્રમાં વસ્તુનિરૂપણ યોગશાસ્ત્ર'ના બે વિભાગ પડે છે–પહેલો વિભાગ તે પ્રકાશ ૧ થી ૪ અને બીજો વિભાગ તે પ્રકાશ ૫ થી ૧૨. પહેલા ભાગમાં ગૃહસ્થોને ઉપયોગી એવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108