Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 24
________________ ૧. યોગ રૂપસ્થ ધ્યાન કહે છે. છેલ્લે આચાર્યશ્રી કહે છે કે આ જગતમાં કૌતુકથી પણ ખોટાં ધ્યાન સેવવાં નહિ, કેમકે એથી સાધકનો નાશ થાય છે. મોક્ષ માર્ગનું અવલંબન કરનારને સર્વસિદ્ધિ સ્વતઃ આવી મળે છે. બીજાને તે સિદ્ધ થાય કે ન થાય, પણ તેમનો સ્વાર્થભ્રંશ તો અવશ્ય થાય છે. પ્રકાશ ૧૦ માં રૂપાતીત ધ્યાનની ચર્ચા છે. અમૂર્ત, ચિદાનંદ સ્વરૂપ અને નિરંજન એવા સિદ્ધ પ૨માત્માનું ધ્યાન તે રૂપરહિત-રૂપાતીત ધ્યાન છે. એ પછી રૂપાતીત ધ્યાનના ભેદ આપ્યા છે-આજ્ઞાવિચય ધ્યાન, અપાયવિચય ધ્યાન, વિપાકવિચય ધ્યાન, સંસ્થાનવિચય ધ્યાન આદિની ચર્ચા પછી કરી છે. ધર્મધ્યાન કરવાથી સ્વર્ગલોક મળે છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રકાશ ૧૧ નો આરંભ મોક્ષના એકમાત્ર કારણ શુક્લ-ધ્યાનના નિરૂપણથી થાય છે. શુક્લના અધિકારી માનવનાં પણ લક્ષણ આપવામાં આવ્યાં છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ છે-અમનસ્ક ધ્યાન (State of Mindlessness)થી કેવલજ્ઞાનીને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. શુક્લ ધ્યાનના ચાર પ્રકારો અહીં વિસ્તારથી વર્ણવાયા છે. એ પછી ઘાતિકર્મો, તીર્થંકરના અતિશયો તથા કેવલજ્ઞાનીનું સ્વરૂપ વર્ણવાયું છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન વાળો મનુષ્ય મુક્તયોનિ, અનુપમ, અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી પરમાનંદ પામે છે. ૧૭ પ્રકાશ ૧૨માં હેમચન્દ્રાચાર્યે પોતાના અનુભવ સિદ્ધ યોગજ્ઞાન વિષે કેટલીક વાત કરી છે. તેઓ કહે છે કે એક વાર આત્માને પરમાત્મા સાથે ધ્યાનસિદ્ધ કર્યા પછી પ્રાણાયામાદિ યોગાંગો કોઈ ઉપયોગનાં નથી. મનુષ્ય ઇન્દ્રિયજય કરી અમનસ્કતા કેળવવી જોઈએ. ગુરુ પાસે ઉપદેશ પ્રાપ્ત કરી આધ્યાત્મજ્ઞાનમાં લીન થવાથી યોગસિદ્ધિ થાય છે. સદ્ગુરુની ઉપાસના માટે ગાઢ ઇચ્છા કરવી, પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને આત્માને પરબ્રહ્મમાં યોજવો એ યોગની સિદ્ધિ છે. सत्येतस्मिन्नरतिरतिदं गृह्यते वस्तुदूरात् अप्यासन्नेऽप्यसति तु मनस्याप्यते नैव किंचित् । पुंसामित्यप्यगतवतामुन्मनीभावहेता विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ॥ “ઉન્મનીભાવથી રતિ અને અતિ આપનાર વસ્તુઓ દૂરથી પણ ગ્રહણ કરી શકાય છે અને તેના અભાવે વસ્તુઓ નજીક હોય તોપણ મેળવી શકાતી નથી ; એમ જાણવા છતાં, ઉન્નનીભાવના હેતુભૂત, સદ્ગુરુની ઉપાસના ઉપ૨ તેઓને ગાઢ ઉત્સુકતા કેમ થતી નથી ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108