Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 25
________________ યોગ, અનુયોગ, મંત્રયોગ અને આચાર્ય પોતાની જાતને જ કેવો ઉપદેશ આપે છે? तांस्तानापरमेश्वरादपि परान्भावैः प्रसादं नयन् स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाक् येनाऽऽसतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ “હ ઉપાયમૂઢ ! હે ભગવન્! હે આત્મન્ ! પરમેશ્વરથી ભિન્ન વિવિધ ભાવો માટે શા સારુ શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને કંઈક પ્રસન્ન કરે તો આ સંપત્તિઓનું શું મૂલ્ય ? તારા પરમ તેજમાં જ વિશાળ સામ્રાજ્ય પ્રકાશી રહ્યું છે !” - આ શાસ્ત્રની રચના રાજા કુમારપાલની વિનંતીથી થઈ છે, એમ જણાવી આચાર્યશ્રી “યોગશાસ્ત્રની સમાપ્તિ કરે છે. તેમણે હઠયોગની પ્રણાલિકા વર્ણવી છે ખરી, પણ તેઓ હદ્યોગની તરફેણમાં નથી. તેમના મત મુજબ, મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયામ ઉપયોગી નથી; જે મનને સૌમ્ય બનાવે નહિ તે શા કામનું? તેઓ કહે છે (યોગશાસ્ત્ર', ૧૨-૪૫): “રેચક,પૂરક અને કુંભકના અભ્યાસ વિના પણ અમનસ્કતા પ્રાપ્ત થાય એટલે વિનાયને પ્રાણ સ્વતઃ નિયમમાં આવી જાય છે.” બારમાં પ્રકાશમાં તેમણે રાજયોગનો બોધ કર્યો છે અને તેમાં અનેક સ્થળે ગીતાનો પાંચમા અધ્યાયનો રણકો સંભળાય છે. છતાં હઠયોગને ન્યાય આપવા સાર આચાર્યશ્રી આટલું લખે છે: “શરીરનું આરોગ્ય, કાલજ્ઞાન આદિમાં હઠયોગ ઉપયોગી છે, તેથી તેનું નિરૂપણ અહીં અમે કરીએ છીએ.” યોગશાસ્ત્રમાં જેમ ગીતાના નિરૂપિત યોગના ભણકારા સંભળાય છે તેમ દિગંબર વિદ્વાન શુભચંદ્રના “જ્ઞાનાર્ણવના પડઘા પણ સંશ્રવણ ગોચર થાય છે. શુભચંદ્ર ઈ.સ.ની ૧૧મી સદીમાં થયા હોઈ હેમચન્દ્રના વડીલ સમકાલીન છે; હેમચંદ્ર એમાંથી આટલાં બધાં અવતરણ આપે છે, તે બતાવે છે કે એ જમાનામાં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે કેટલું આદાનપ્રદાન હતું. વળી યોગશાસ્ત્ર'માં હેમચન્દ્ર પોતાના રિપઇિસલાકાપુરુષચરિત'; “વીતરાગતુતિ', અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા', “સિદ્ધહેમ–વ્યાકરણ' અને “અભિધાનચિન્તામણિમાંથી અવતરણ આપે છે. એથી સૂચિત થાય છે કે આ સર્વકૃતિઓ યોગશાસ્ત્રની પૂર્વે રચાઈ હતી. યોગશાસ્ત્રની સર્વોપરીવૃત્તિ એ પછી લખાઈ હતી, એ દર્શાવે છે કે એ વૃત્તિ હેમચન્દ્રની અંતિમ રચના હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108