________________
૧. યોગ
“જેનો નિર્ણય થયો ન હોય તેવા યોગ માટે શાસ્ત્રની વિસ્તૃત રચના કેવળ શબ્દ અને વાક્યના બંધથી કરવી ઉચિત નથી.’
‘અન્યયોગવ્યવઐદદ્વાત્રિંશિકા’ અને ‘સ્યાદ્વાદમંજરી’
યોગશાસ્ત્ર એ અપૂર્વ સિદ્ધિનું શાસ્ત્ર છે. એમાં સાધક વિપરીત માર્ગે જાય નહિ, એ જોવાનું ઉપદેશકનું કર્તવ્ય છે. આ શાસ્ત્ર રાજા કુમા૨પાલના પરિશીલન અને જીવનયોગ માટે રચાયું હોઈ એમાં મૌલિકતા કરતાં યોગસિદ્ધાન્તને પ્રમાણભૂત રીતે પ્રતિપાદિત ક૨વાની હેમચન્દ્રની પ્રતિજ્ઞા હતી. પોતાનો પ્રતિપાદ્ય વિષય, આથી, એક સામાન્ય જૈનને સુબોધ જણાય એ રીતે રજૂ કરવાનું તેમનું આયોજન છે. પતંજલિએ ઉપદેશેલાં યોગમાર્ગનાં યમનિયમ આદિ અષ્ટાંગોને અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રત આદિ જૈનાચારની વ્રત પરિભાષામાં તેમણે સમાવ્યાં છે. આ ગ્રન્થ ‘વીતરાગ સ્તુતિ’ અને ‘અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા'ની જેમ કુમારપાલના અધ્યયન માટે રચાયો છે. સવારમાં આ વીતરાગસ્તુતિઓનો પાઠ કર્યા પછી અને દેવવંદન કર્યા પછીજ કુમારપાલ દાતણ કરતો હતો. આથી યોગશાસ્ત્રના વિભાગ અને આ સ્તુતિઓના વિભાગ ‘પ્રકાશ’ તરીકે ઓળખાયા
છે.
૧૩
પ્રભાવક આચાર્યોનું જીવનચરિત આલેખતા ‘પ્રભાવકચરિત’ (ઈ.સ.૧૨૭૮)ના કર્તા પ્રભાચન્દ્રસૂરિ એ વિષે લખે છેઃ ‘“પછી રાજાને તત્ત્વાર્થનો બોધ આપવા માટે આચાર્યમહારાજે સર્વ શાસ્ત્રોમાં મુકુટ સમાન યોગશાસ્ત્રની રચના કરી અને ગુરુએ પોતે રાજાને તેનો અભ્યાસ કરાવ્યો. રાજાએ તેમની સમક્ષ એ ગ્રન્થ પુનઃ વિચારી પણ લીધો. સમ્યકત્વવાસિત રાજાએ નિયમ લીધો કે જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, પણ રાજમુદ્રાની જેમ મારે માટે વંદનીય છે. (‘પ્રભાવકરિત'માં ‘હેમચન્દ્રસૂરિચરિત', શ્લોક ૭૭૧-૭૭૩).
યશપાલકૃત સંસ્કૃત નાટક ‘મોહરાજપરાજય'માં ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા'નું વર્ણન મુમુક્ષુઓ માટેના વજ્રકવચ તરીકે કર્યું છે. (‘મોહરાજપરાજય’ના વિસ્તૃત પરિચય માટે જુઓ ‘ગુજરાત'ના સં.૨૦૪૦ના દીપોત્સવી અંકમાં મારો લેખ) ‘કુમારપાલ પ્રતિબોધ'ના સમકાલીન કર્તા સોમપ્રભસૂરિએ હેમચન્દ્રની ઉપદેશશક્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી છે
૧૨. આ સ્તુતિ માત્ર બત્રીસ શ્લોકની છે, પણ તે ઉપર મલ્લિષણસૂરિએ ‘સ્યાદ્વાદમંજરી’ નામે વિસ્તૃત ટીકા રચી છે, જે સ્યાદ્વાદની સમજૂતી માટે પ્રમાણભૂત ગણાય છે. (સંપાદકઃ આનંદશંકર ધ્રુવ-બોમ્બે સંસ્કૃત સિરીઝમાં પ્રકાશિત).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org