Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 18
________________ ૧. યોગ તેમણે બતાવ્યો છે. પહેલી ચાર ષ્ટિઓનો સંબંધ યોગની પ્રારંભિક અવસ્થા સાથે હોવાને કારણે એમાં અવિદ્યાનો અલ્પ અંશ રહે છે ખરો. અંતિમ ચાર દષ્ટિમાં અવિદ્યાનો લોપ થાય છે. એ ભાવને આચાર્ય હરિભદ્રે ‘વેદ્યસંવેદ્યપદ’ એવા અર્થવાહક શબ્દ વડે અદ્ભુત રીતે સ્પષ્ટ કર્યો છે. વળી આ ચાર દૃષ્ટિઓ સાથે થતા વિશિષ્ટ આધ્યાત્મિક વિકાસને ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ જેવી ત્રણ ભૂમિકામાં વહેંચીને ત્રણેય યોગદૃષ્ટિનું સમર્થ નિરૂપણ તેમણે કર્યું છે. આ ચાર પ્રકારના યોગીઓનાં લક્ષણ વર્ણવીને આચાર્ય હરિભદ્ર યોગશાસ્ત્રના અધિકારી કોણ હોય, એ બતાવ્યું છે. યોગસાધના અને ગૃહસ્થ સામાન્ય રીતે ત્યાગી સંન્યાસીઓને યોગના અધિકારી માનવામાં આવે છે. આચાર્ય હરિભદ્રે ‘યોગવિંશિકા'માં ગૃહસ્થ અને સાધુની આવશ્યક ક્રિયાઓને યોગરૂપ ગણીને તે દ્વારા આધ્યાત્મિક વિકાસ થતો વર્ણવ્યો છે. આધ્યાત્મિક ક્રિયાઓ દ્વારા થતી યોગસાધનાને તેમણે પાંચ ભૂમિકાઓમાં વહેંચી છે - સ્થાન, શબ્દ, અર્થ, આલંબન અને નિરાલંબન. આ પાંચ ભૂમિકાઓમાં કર્મયોગ અને જ્ઞાનયોગનો સમન્વય કરતાં આચાર્ય પહેલી બે ભૂમિકાઓને કર્મયોગ અને પછીની ત્રણ ભૂમિકાઓને જ્ઞાનયોગ તરીકે વર્ણવે છે. પ્રત્યેક ભૂમિકામાં ઇચ્છા, પ્રવૃત્તિ, થૈર્ય અને સિદ્ધિરૂપે આધ્યાત્મિક વિકાસનો તરતમ ભાવ દર્શાવ્યો છે અને પ્રત્યેક ભૂમિકા તથા એની ઇચ્છા, પ્રવૃત્તિ આદિ અવાન્તર સ્થિતિનું લક્ષણ, રોચક રીતે નિરૂપ્યું છે. (‘યોગવિંશિકા', ગાથા ૫-૬). પાંચ ભૂમિકાની અંતર્ગત વિભિન્ન સ્થિતિઓનું વર્ણન કરતાં આચાર્યે યોગના ૮૦ ભેદ પાડ્યા છે, પણ મહત્ત્વનું એ છે કે એનું ધ્યાનથી અધ્યયન કરનાર સાધક તુરત સમજી શકે કે પોતે કયા સોપાન ઉપર ઊભો છે. ૧૧ હેમચન્દ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર’ હિરભદ્રસૂરિ પછી યોગમાર્ગમાં વિશિષ્ટ પ્રદાન ઈ.સ.ના બારમા સૈકામાં થયેલા હેમચન્દ્રાચાર્યનું છે. ગુજરાતના તત્કાલીન રાજા કુમા૨પાલને, એની રાજ્યપ્રાપ્તિ પૂર્વેના દુઃખના દિવસોમાં આચાર્યે મોટી સહાય કરી હતી. એ રઝળપાટ દરમિયાન કુમારપાલ ભારતના અનેક યોગીઓના સંપર્કમાં આવ્યો હતો અને તેને યોગમાર્ગ પ્રત્યે પ્રીતિ થઈ હતી. પચાસ વર્ષની પ્રૌઢ વયે કુમારપાલ ગાદીએ આવ્યો હતો. તેની યોગશાસ્ત્રની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108