________________
૧. યોગ
આ વિચારસમતાને કારણે સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિ જેવા પ્રકાંડ જૈનાચાર્યોએ મહર્ષિ પતંજલિ પ્રત્યે પોતાનો આદર પ્રગટ કર્યો છે તથા પોતાના ગ્રન્થોમાં અનેક સ્થાને પતંજલિના યોગસૂત્ર'માંના પારિભાષિક શબ્દોને જૈન પરિભાષા સાથે મેળવીને બંનેની એકતાનો માર્ગ તેમણે ખોલ્યો છે. આચાર્ય હેમચન્દ્ર તેમજ ઉપાધ્યાય યશોવિજયજીએ “યોગસૂત્ર'ને જૈન પ્રક્રિયા અનુસાર સમજાવવાનો માર્મિક પ્રયત્ન કર્યો છે. સિદ્ધસેન દિવાકરે તો એથી આગળ વધી યોગસુત્ર'માંની કેટલીક ગૂઢ ચર્ચા વિષે કાવ્યમય ‘દ્વત્રિશિકા' રચી છે તથા હરિભદ્રસૂરિએ પતંજલિને અનુસરી વિંશતિવિશિકા'માં જૈન યોગમાર્ગ પ્રગટ કર્યો છે. એમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, માધ્યસ્થભાવ અને સમન્વયશક્તિનો પરિચય માટે પ્રજ્ઞાચક્ષુ પં.સુખલાલજીએ “સમદર્શી આચાર્ય હરિભદ્ર' વિષે મુંબઈ યુનિવર્સિટીમાં આપેલાં પાંચ વ્યાખ્યાનો જોવા વિનંતી છે. યોગશતક', “યોગવિંશિકા'; “યોગદષ્ટિસમુચ્ચય' અને “યોગબિન્દુ’ એ હરિભદ્રસૂરિના યોગવિષયક ચાર ગ્રન્થોમાં એમની યોગવિષયક શતમુખી પ્રતિભાનો સ્રોત વહેતો જણાશે. જૈન શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસક્રમનું પ્રાચીન સ્વરૂપ ચૌદ ગુણ સ્થાન, ચાર ધ્યાન અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓમાં મળે છે. હરિભદ્રસૂરિએ આ આધ્યાત્મિક વિકાસનું યોગરૂપે વર્ણન કર્યું છે. એમાં એમણે વિશિષ્ટ શૈલીનો વિનિયોગ કર્યો છે તે આ પતંજલિ પછીના યોગ સાહિત્યમાં અદ્વિતીય ગણાય એવી છે. હરિભદ્રસૂરિએ પોતાની રચનાઓમાં યોગ વિષયક અનેક ગ્રન્થકારો અને ગ્રન્થોનો ઉલ્લેખ કર્યો છે, જે હજી પ્રાપ્ત થયા નથી. ૧૧
કાલના અપરિમિત પ્રવાહમાં વાસનારૂપી સંસારની લાંબી નદીનો વેગ છે, જેનાં મૂલ અનાદિ છે, પણ મુખ સાજો છે. તો આપણે માટે પ્રશ્ન એ છે કે આવા ગહન અનાદિ પ્રવાહમાં આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ક્યારે થાય છે ? અને એ આરંભ સમયે આત્માનાં લક્ષણ કેવાં હોય છે? એનો ઉત્તર આચાર્ય હરિભદ્ર યોગબિન્દુમાં આપ્યો છે. તેઓ કહે છે કે જ્યારે આત્મા ઉપર મોહનો પ્રભાવ ઘટવા લાગે છે ત્યારે આધ્યાત્મિક વિકાસનો સૂત્રપાત થાય છે. એ સૂત્રનો, બરાબર પૂર્વવર્તી સમય જૈન ફિલસૂફીમાં “અચરમપુદ્ગલપરાવર્ત' નામથી ઓળખાય છે. અચરમપુદ્ગલપરાવર્ત” અને “ચરમપુદ્ગલપરાવર્ત' કાલ વચ્ચે સિધુ અને બિન્દુ જેટલું અંતર હોય છે (જુઓ સિદ્ધસેન દિવાકરકૃત “મુક્યદેષદ્ધાત્રિશિકા', ૨૮.)
૧૧.ગોપેન્દ્ર, કાલાતીત, ભદત ભાસ્કર બન્યુ, ભગવદત્ત વાદી, ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org