________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
જે આત્માનો સંસારપ્રવાહ ચરમપુદ્ગલપરાવર્તપરિમાણ શેષ રહે છે, એને જૈન તત્ત્વજ્ઞાનમાં “અનુપુનર્બન્ધક અને સાંખ્યદર્શનમાં નિવૃત્તાધિકાર પ્રકૃતિ' કહે છે. (જુઓ યોગબિન્દુ, ૧૭૮, ૨૦૧.) આ ઊંચી શાસ્ત્રીય પરિભાષામાં વાત થઈ. વૃદ્ધ વાદીએ સિદ્ધસેન દિવાકરને, ભરવાડે કહેલું એક અપભ્રંશ પદ્ય સંભળાવ્યું હતું
नवि मारियइ नवि चोरियइ, परदारगमण निवारियइं । थोवई थोवउं दाइयइं
इम सग्गि टगुमगु जाइयइं ॥ (‘પ્રભાવકચરિત'માં “વૃદ્ધવાદીચરિત” તથા “પ્રબન્ધકોશ'માં “વૃદ્ધ વાદી પ્રબન્ધ') અત્તપુનબંધક અથવા નિવૃત્તાધિકાર પ્રકૃતિવાળા આત્માનું આંતરિક લક્ષણ એટલું જ છે કે એના ઉપર મોહનો પ્રભાવ ઓછો થાય છે અને મોહ ઉપર આત્માનો પ્રભાવ શરૂ થાય છે. અહીં આધ્યાત્મિક વિકાસનો આરંભ છે. અહીંથી યોગમાર્ગનો બીજારંભ હોવાને કારણે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરલતા, નમ્રતા, ઉદારતા, પરોપકાર આદિ સદાચાર જણાય છે. વિકાસોન્મુખ આત્માનો એ બાહ્ય પરિચય છે.
આટલી સમજૂતી આપીને આચાર્ય હરિભદ્ર યોગના આરંભથી માંડી યોગની પરાકાષ્ઠા સુધીનો આધ્યાત્મિક ક્રમિક આધ્યાત્મિક વિકાસ સ્પષ્ટ કરવા માટે એની પાંચ ભૂમિકા પાડે છે અને જૈન પરિભાષા સાથે બૌદ્ધ અને યોગની પરિભાષાનો સમન્વય કરે છે અને યોગદર્શનની વિભિન્ન દર્શનોને સંમત એકરૂપતા સ્કુટ કરે છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ યોગની પાંચ ભૂમિકાઓ છે. એમાંની પહેલી ચાર ભૂમિકાઓને મહર્ષિ પતંજલિ સંપ્રજ્ઞાત અને અંતિમ ભૂમિકાને અસંપ્રજ્ઞાત કહે છે. (જુઓ “યોગબિન્દુ, ૪૧૮, ૨૦).
યોગદષ્ટિ સમુચ્ચયમાં આધ્યાત્મિક વિકાસક્રમનું નિરૂપણ “યોગબિન્દુની તુલનાએ જુદી રીતે છે. એમાં યૌગિક વિકાસ પૂર્વેની આત્માની સ્થિતિને “ઓઘદૃષ્ટિ કહીને એનો તરતમ ભાવ હરિભદ્ર સમજાવે છે અને પછી આધ્યાત્મિક વિકાસના આરંભથી માંડી અંત સુધી જોવા મળતી યોગાવસ્થાને “યોગદષ્ટિ કહે છે. યોગાવસ્થાની આ ક્રમિક વૃદ્ધિ સમજાવવા માટે તેઓ એને આઠ ભૂમિકામાં વહેંચે છે. પ્રસ્તુત આઠ ભૂમિકાનો વિકાસ મહર્ષિ પતંજલિકત આઠ યોગાંગોને આધારે છે. આ આઠ યોગાંગ તે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રત્યેક ભૂમિકા સાથે પ્રત્યેક યોગાંગનો તાર્કિક સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org